કોરોના વડોદરામાં નવા ૯૧ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક ૧૬૪૫૬ પર પહોંચ્યો

0
19
Share
Share

વડોદરાતા. ૧પ

એક પણ મોત નહીં અને વધુ ૭૩ રિકવર થયા

૧૫૮ દર્દી ઓક્સિજન પર અને ૫૭ દર્દી વેન્ટિલેટર પર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૬૪૫૬ પર પહોંચી ગયો છે. આજે એક પણ મોત નોંધાયું નથી. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૨૧૬ થયો છે. આજે વડોદરા શહેર જિલ્લામાં ૭૩ દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૫૦૫૬ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૧૧૮૪ એક્ટિવ કેસ પૈકી ૫૮ દર્દી ઓક્સિજન પર અને ૫૭ દર્દી વેન્ટિલેટર પર છે અને ૯૬૯ દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૬૪૫૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૨૪૮૪, પશ્ચિમ ઝોનમાં ૨૬૭૪, ઉત્તર ઝોનમાં ૩૪૧૬, દક્ષિણ ઝોનમાં ૩૦૧૧, વડોદરા ગ્રામ્યમાં ૪૮૩૫ ને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અકોટા, ગોરવા, વારસીયા, છાણી, યમુનામીલ, માણેજા, માંજલપુર, તાંદલજા, ગોત્રી, કિશનવાડી, સુભાનપુરા, વડસર, નવાયાર્ડ, દિવાળીપુરા, દંતેશ્વર, મકરપુરા, નવીધરત

ગ્રામ્યઃ વાધોડીયા, સયાજીપુરા, પાદરા, કરજણ, બીલ, સાવલી, રણોલી, ડભોઇ, બાજવા

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here