કોરોના વચ્ચે બર્ડ ફ્લુની દહેશતથી સયાજીબાગ ઝુનું પક્ષીઘર બંધ કરાયું

0
23
Share
Share

વડોદરા,તા.૯

સમગ્ર દેશમાં કોરોનાકાળમાંથી હજી તો લોકો બહાર આવી શકયા નથી, ત્યાં તો નવા સ્ટ્રેને લોકોનાં ભયમાં વધારો કર્યો અને હજી આટલું ઓછું હોય તેમ બર્ડ ફ્લૂની બુમરાડ સામે આવી છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂનાં કેસો નોંધાતા કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યુ છે. હિમાચલ અને હરિયાણામાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત માટે બર્ડ ફ્લૂ જવાબદાર હોવાનું કેન્દ્રએ સ્વીકાર્યુ છે. તો ગુજરાતનાં અનેક શહેરોમાં ટપોટપ પક્ષીઓ મરી રહ્યાનું નોંધવામાં આવી રહ્યું છે. પક્ષીમાં પણ ખાસ કરીને કાગળાનાં ટેપોટપ મરવાથી તંત્ર સહિત સામાન્ય માણસો પણ ચિંતાતુર જોવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં કોરોના વચ્ચે હવે બર્ડ ફ્લુની દહેશત હોવાના કારણે રાજ્યનાં તમામ ઝુમાં પક્ષી ઘર બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતમાં વડોદરાનાં સયાજીબાગ ઝુનું પક્ષીઘર બંધ કરાયું છે. પ્રવાસીઓ માટે પક્ષીઘર બંધ કરવાનો નિર્ણય જાહેર કરી સરકારે બર્ડ ફ્લુને ડામવા માટે આ ત્વરીતનું પગલું ઉપાડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સાથે સાથે બહારથી આવતાં પક્ષીઓ પર તંત્રની ચાંપતી નજર પણ છે. બર્ડ ફ્લુને અટકાવવા તંત્ર દ્વારા તકેદારી લેવાઇ રહી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here