કોરોના વચ્ચે આયુષ મંત્રાલય સક્રિય

0
7
Share
Share

કોરોનાને રોકવા માટે તેના દ્વારા લેવાયેલા પગલા અસરકારક…..

મંત્રાલયના મહત્વને ઓછુ કરવાની વાત કરનારને નિરાશા : કોરોના દરમિયાન સેલ્ફ કેર માટે આયુષના ઇમ્યુનિટી વધારે તેવા વિવિધ પગલા

કોરોના વાયરસના દોરમાં આયુષ મંત્રાલયની ઉલ્લેખનીય કામગારી રહી છે. કોરોનાને રોકવા માટે તેના દ્વારા દર્શાવવામાં આવેલા વિવિધ ઉપાય અસરકારક સાબિત થઇ રહ્યા છે. આયુષ દ્રા જ ઘરમાં જ કાઢા બનાવવા માટેના ઉપાય દર્શાવવામાં આવ્યા હતા.  કોરોનાને રોકવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા ખુબ જરૂરી છે. જેથી આયુષ દ્વારા આવા સુચન પણ કરવામાં આવ્યા હતા. વલોકો વધુને વધુને આયુષ મંત્રાલયના માર્ગદર્શનને પાળી રહ્યા છે. કોરોના દરમિયાન સેલ્ફ કેર માટે આયુષ મંત્રાલયના સુચન ખુબ ઉપયોગી સાબિત થયા છે. આયુષની વેબસાઇટ પર લોકોનો હવે કોરોના કટોકટીમાં ધસારો જોવા મળે છે. કોરોનાના સમયમાં તો ઇમ્યુનિટી વધારે તેવા અનેક સુચન આ આ મંત્રાલય દ્વારા સતત કરાયા છે. ૯૦ ટકા ભારતીય લોકો એલોપેથી સારવાર અને દવાને પ્રાથમિકતા આપે છે તે બાબત એનએસએસઓના નવા સર્વે દ્વારા સપાટી પર આવી ચુકી છે છતાં આયુષ મંત્રાલય ( આયુર્વેદિક, યોગા અને ન્યુરોપેથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી)ને રદ કરવા અને તેને ઓછુ મહત્વ આપવાની બાબત બિલકુલ યોગ્ય નથી. આ બાબતને કોઇ પણ રીતે યોગ્ય ગણી શકાય નહી. કારણ કે આયુષ મંત્રાલય દ્વારા હાલમાં જે પહેલ કરવામાં આવી છે તે ખુબ શાનદાર રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર તેના સફળ સંચાલનથી પણ તેની કુશળતા સાબિત થઇ ગઇ હતી. હકીકતમાં એનએસએસઓના સર્વેમાં તો એ બાબત પણ સપાટી પર આવી કે શહેરી ભારતીય લોકો હવે મેડિસીનના આ વેકલ્પિક સ્વરૂપના ઉપયોગ કરવાના મામલે ગ્રામીણ વિસ્તારો કરતા આગળ નિકળી ગયા છે. જેમાં હોસ્પિટલાઇઝેશન સારવારનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે આયુષનુ માર્કેટ કદ હવે ઝડપથી વધી રહ્યું છે. આવનાર દિવસોમાં તેનુ કદ અનેક ગણુ વધે તેવી શક્યતા છે. જેથી આને રદ કરવાના બદલે હવે વધારે પ્રોત્સાહન મળે તે જરૂરી છે. મિેડસીનના આ વેકલ્પિક સ્વરૂપની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહી બલ્કે સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહી છે. એલોપેથી દવાની સરખામણીમાં આ દવાની સાઇડ ઇફેક્ટ બિલકુલ નહી હોવાના કારણે આને મહત્વ મળી રહ્યું છે.સાથે સાથે આ દવાની કિંમત પણ એલોપેથી દવા કરતા ઓછી છે. આવી સ્થિતીમાં આ દવાના સ્વરૂપનો ઉપયોગ વધે તે સ્વભાવિક છે. ચીન જેવા દેશોમાં પરંપરાગત અને પશ્ચિમી મેડીસન હેલ્થકેરના ક્ષેત્રમાં દરેક મોરચે એક સાથે ચાલી રહી છે. અન્ય કેટલીક બાબતો પણ ઉપયોગી છે. કેટલાક મામલે તો તબીબો પણ એલોપેથીની સાથે સાથે આયુષ દવાની ઓફર કરે છે. આ વાસ્તવિકતા છે કે ધારાધોરણ અને ગંભીર સંશોધનના મામલે પરંપરાગત દવા ખુબ પાછળ છે પરંતુ આયુષ મંત્રાલય દ્વારા જે દિશામાં પહેલ કરવામાં આવી છે તે બિલકુલ યોગ્ય અને પ્રશંસાપાત્ર  છે. હેલ્થકેર સિસ્ટમમાં વેકલ્પિક દવાની દિશામાં આયુષ મંત્રાલયની પહેલ સારી છે. યોગ્ય દિશામાં પગલુ પણ છે. આની પાછળ આર્થિક તર્ક અને બુદ્ધિ પણ છે. કારણ કે એલોપેથી સારવાર ગરીબ દર્દીઓ માટે ખુબ ખર્ચાળ સાબિત થાય છે. સાથે સાથે હવે ભારતે તેની પરંપરાગત દવા તરફ વિશ્વનુ ધ્યાન દોરવાનો પણ સમય આવી ગયો છે. જુદા જુદા લોકો માટે જુદી જુદી દવા કામ કરે છે. આયુષે મેડીકલ પસંદગી વધારી દીધી છે. સાથે સાથે ખુબ આદર્શ વિકલ્પ આપ્યો છે. એલોપેથી દવાનુ પ્રભુત્વ રહેલુ છે. ભારતીય હેલ્થકેરના ક્ષેત્રમાં આયુર્વેદિક અને હોમિયોપેથીની ભૂમિકા હજુ ઓછી રહેલી છે. કેટલાક વિરોધી લોકો કહે છે કે આયુષ મંત્રાલયને વિખેરી નાંખવામાં આવે તે જરૂરી છે. કારણ કે તેનો કોઇ હેતુ રહેલો નથી. આ પ્રકારની વ્યવસ્થા રાષ્ટ્રીય આરોગ્ય સંભાળમાં ક્યારેય મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકશે નહી. કારણ કે કોઇ પણ કઠોર વૈજ્ઞાનિક ચકાસણીમાં તે ફ્લોપ છે. ઝડપી સારવારના ઓછા ખર્ચના કારણે આ વ્યવસ્થા ટકેલી છે પરંતુ તેની પાછળ વધારે કોઇ આધાર નથી. હકીકતમાં તો કેટલાક વિકસિત દેશોમાં ઘણી બધી હર્બલ દવામાં ઉંચા પ્રમાણમાં મેટલની માત્રા અને તેના ટોક્સિક અસરને લઇને વારંવાર ચેતવણી પણ જારી કરવામાં આવે છે.આના કારણે શરીરના મહત્વના અંગો પર માઠી અસર થયા છે.પરંપરાગત મેડિકલ વ્યવસ્થાનો સૌથી મોટો ખતરો એ  છે કે તે સરકારી ધારાધોરણની નિયંત્રણની બહાર છે. જેથી વેકલ્પિક દવાની ગુણવત્તામાં કદાચ કોઇ ચકાસણી કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે તેનુ મહત્વ ઘટી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં એલોપેથિક દવાની યોગ્ય વ્યવસ્થા નહી હોવા છતાં પણ લોકો તેને વધારે મહત્વ આપી રહ્યા છે. આયુષ મંત્રાલયની રચના સંશાધનોનો બગાડ છે તેમ કેટલાક નિષ્ણાંત માને છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here