કોરોના મૃતકોનો ડિઝલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

0
25
Share
Share

પરિવારજનોએ આરોપ લગાવ્યો કે સ્મશાન ગૃહમાં ડિઝલ નાંખીને કોરોના મૃતકોના મૃતદેહને બાળવામાં આવ્યા હતા

પંજાબ,તા.૧૫

પંજાબના કરનાલમાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવેલા કલ્પના ચાવલા રાજકીય મેડિકલ કોલેજમાં દર્દીઓ અને મૃતકો સાથે કરવામાં આવેલા દુવ્યવહારની કેટલીક તસવીરો સામે આવી છે. જેણે નગર નિગમના કામ પર અનેક સવાલ ઊભા કર્યા છે અને મૃતકો સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે તેવું પણ બહાર આવ્યું છે. અહીં સંસ્કૃતિ અને પરંપરાનો અનાદર કર્યો હોવાની વાત બહાર આવી છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સ્મશાન ઘાટમાં ડિઝલ નાંખીને કોરોના મૃતકોના મૃતદેહને બાળવામાં આવ્યા હતા. અને તેમની રાખ ઉપરથી એબ્યુલન્સ નિકાળવામાં આવી રહી છે. જે સીધી રીતે સનાતન દાહ સંસ્કાર પરંપરાનું અપમાન કરવા સમાન છે. અનેક સમાજસેવી સંસ્થાએ આ મામલે કડક શબ્દોમાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે. સાથે જ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગણી પણ કરી છે. કોરોના સંક્રમિત મૃતકોના અંતિમ સંસ્કાર માટે સોમવારે સવારે ત્રણ શબ લાવવામાં આવ્યા અને તેમના પરિવાર પણ અહીં હાજર હતા. કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં ઉપચાર અને નગર નિગમ દ્વારા કરવામાં આવેલા દેહ સંસ્કારની વ્યવસ્થાઓ પર સવાલ ઊભા થયા છે. રામનગરમાં કોરોના પોઝિટિવ થયેલા વુદ્ધ અને તેમની પુત્રી અનીતાએ આ જણાવ્યું કે જ્યારે તે પિતાને લઇને કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં પહોંચી તો સ્ટાફે તેમને સ્ટેચર લાવવાનું કહ્યું. જે પછી ખબર પડી કે બેડ ખાલી નથી. બેડના હોવાના કારણે તેમના પિતા દિવસ ભર તડપતા રહ્યા અને તેમને અહીંથી લઇ જવાનું પણ કહ્યું. અનેક વિનંતી પછી સાંજે ભરતી તો કરવામાં આવ્યા પણ ડોક્ટરોની બેજવાબદારીના કારણે મૃત્યુ થઇ ગઇ તેવો પરિવારજનોનો આરોપ છે. તે પછી તેમને જ્યારે સ્મશાન પહોંચાડવામાં આવ્યા તો નગર નિગમની કોઇ વ્યવસ્થા નહતી અને કર્મચારી ડીઝલ લાવવાનું કહ્યું. તેમને ખબર નહતી કે ડીઝલથી તે શું કરશે. જ્યારે દાહ સંસ્કારની સામગ્રી લઇને તે લોકો ત્યાં પહોંચ્યા તો આરોપ છે કે કર્મચારીઓએ ચિતા પર કેટલીક લાકડી અને ડીઝલ નાંખીને આગ લગાવી દીધી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here