કોરોના મુક્ત રાજકોટ બનાવવા મનપાની ૧૨૦૦થી વધુ ટીમો દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી

0
31
Share
Share

રાજકોટ તા.૨૩

કોરોના વાઇરસ સામે કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેણીબધ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંકરણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. ૨૨-૦૯-૨૦૨૦ ના દિવસે ૧૨૦૦ સર્વેલન્સની ટીમ દ્વારા ૪૬૮૩૮ ઘર – કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૫ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી.મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં તા. ૨૨-૦૯-૨૦૨૦ ના રોજ સરેરાશ ૨૩૦ ની ઓ.પી.ડી. સહીત ૧૧૪૭૭ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૪૨૭ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.

શહેરીજનો માટે શરુ કરેલ ૧૦૪ સેવા’ અંતર્ગત તા. ૨૨ મી ના રોજ કુલ ૧૭૪ ફોન આવેલ છે અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૫૦ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ૧૦૮ સેવા’ માં ૫૫ ફોન આવેલ છે અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૭.૧૬ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.હોમ કવોરન્ટાઇન રહેલા દદર્ીમાં માટે મનપા દ્વારા કાર્યરત ૨૩ સંજીવની રથ દ્વારા તા. ૨૨ ના રોજ ૮૫૭ ઘર – કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here