કોરોના મહામારી વચ્ચે પ્રથમવાર સેન્સેક્સ ૪૦ હજારને પાર

0
23
Share
Share

શેર માર્કેટનો નવો રેકોર્ડ,લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ૧૬૧ લાખ કરોડ રૂપિયાની સાથે ઓલ ટાઈમ હાઈ પર,ટીસીએસની માર્કેટ કેપ એક સપ્તાહમાં ૧.૪૦ લાખ કરોડ વધી

મુંબઇ,તા.૮

ગુરુવારે સાપ્તાહિક સમાપ્તિના દિવસે શેરબજારમાં મજબુત વેપાર થયો. આજે કારોબારના અંતે ૩૦ શેરોવાળો બીએસઈ સેન્સેક્સ ૩૦૩.૭૨ અંકના વધારા સાથે ૪૦,૧૮૨.૬૭ ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૯૫.૭૫ અંકની મજબૂતી સાથે ૧૧,૮૩૪.૬૦ પર બંધ થયો છે.

આજે શરૂઆતી કારોબારમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૨૫.૩૭ પોઇન્ટની મજબૂતી સાથે ૪૦,૨૦૪.૩૨ પર ખુલ્યો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૯૬.૫૫ પોઇન્ટની મજબૂતી સાથે ૧૧,૮૩૫.૪૦ પર ખુલ્યો હતો.

આજે કારોબારના અંતે વિપ્રો, મિન્ડટ્રી, કેડિલા હેલ્થ, સિપ્લા, વોડાફોન આઇડિયા, ભેલ, ટીસીએસ, બાયોકોન, ભારતી ઇન્ફ્રાટેલ, અલ્ટ્રેટેક સિમેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઇન્ફોસીસ, બેંક ઓફ બરોડા, એચસીએલ ટેક, એસઆરએફ, એચડીએફસી બેંક, મધર્સનસૂમિ, સન ફાર્મા , વોલ્ટાસ, એસીસી, ટોરેન્ટ ફાર્મા, આઈજીએલ, ઓરોબિન્ડો ફાર્મા, ગ્લેનમાર્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ, ટેક મહિન્દ્રા, લ્યુપિન, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને બંધન બેંક લીલા નિશાનમાં બંધ થયા છે.

સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૨૪ ટકા વધીને ૪,૩૪૬.૯૫ પર બંધ રહ્યો હતો. ટીસીએસ ૩.૧૯ ટકા વધીને ૨૮૨૪.૮૦ પર બંધ રહ્યો હતો. જોકે ઓએનજીસી, આઇટીસી, રિલાયન્સ, લાર્સન, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઓએનજીસી ૨.૮૪ ટકા ઘટીને ૬૮.૫૦ પર બંધ રહ્યો હતો. આઇટીસી ૧.૩૬ ટકા ઘટીને ૧૬૭.૨૦ પર બંધ રહ્યો હતો.

શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન અત્યાર સુધીમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ગુરુવારે બજાર ખુલતા જ સેન્સેક્સમાં તેજી જોવા મળી અને થોડા સમય પછી માર્કેટ કેપ ૧૬૧.૧૨ લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ વર્ષે ૨૪ જાન્યુઆરીએ તે ૧૬૦.૫૭ લાખ કરોડ રૂપિયાની સાથે ઓલ ટાઈમ હાઈ પર હતી.

બીએસઈ સેન્સેક્સ ગુરુવારે સવારે પ્રથમ કલાકમાં જ ૫૦૦ અંકથી વધુ વધારા સાથે ૪૦૩૮૨ અંક પર કારોબાર કરી રહ્યો હતો. આ વધારાના કારણે કુલ માર્કેટ કેપિટલાઈઝેશન ૧૬૧.૧૨ લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. ટોપ ૧૦ કંપનીઓમાં સામેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(આરઆઈએલ)નું તેમાં ગુરુવારે કોઈ યોગદાન રહ્યું નથી. કારણ કે આ શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. તેની માર્કેટ કેપ ઘટીને ૧૫.૨૦ લાખ કરોડ રૂપિયા રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here