કોરોના મહામારી વચ્ચે પણ સોરઠ પંથકમાં પ્રવાસીઓ ઉમટયા

0
22
Share
Share

જુનાગઢ તા. ૨૭

કોરોના મહામારીના સમયમાં પણ નાતાલ પર્વને લઇને જૂનાગઢ શહેરના હરવા-ફરવાના સ્થળો સહિત સાસણ અને સોરઠ પંથકમાં  પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. બીજી બાજુ  ગઇકાલે નાતાલની રજા બાદમાં આજે ચોથો શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસની રજા ભેગી થતાં પ્રવાસીઓ ત્રણ દિવસનું મિનિ વેકેશનનો લાભ લેવા જૂનાગઢ જિલ્લાના ફરવા લાયક સ્થળોએ પહોંચ્યા છે.

દરમિયાન શહેરના ભવનાથ વિસ્તારમાં તેમજ ગિરનાર પર્વત પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી અને ખાસ કરી ને રોપ-વેમાં બેસવા લાંબી કતારો અને મોટો ઘસારો જોવા મળ્યો હતો. જોકે હજુ ઉપરકોટનું રીનોવેશન ચાલુ હોય પ્રવાસીઓને પ્રવેશ અપાયો ન હતો.

દરમિયાન સક્કરબાગમાં પણ નાતાલ પર્વના મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા,  શુક્રવારે ૨૫૦૦ મોટા, ૫૫૨ બાળકો અને ૧૧ સીટીઝન મળી એક જ દિવસમાં કુલ ૩૦૩૩ પ્રવાસીઓએ સક્કરબાગની મુલાકાત લીધી હતી આ મુલાકાતથી લઈને પ્રાણી સંગ્રહાલયને માત્ર એક જ દિવસમાં એક લાખથી

વધુની આવક થઈ હતી.આવી જ પરિસ્થિતિ જૂનાગઢ નજીકના સાસણ ખાતેની હતી, કોરોના મહામારી બાદ ઘણા લાંબા સમય પછી સાસણ પ્રવાસીઓથી સભર ભાસતું હતું, અને સાસણ તથા આસપાસના રિસોટર્, હોટેલ, ગેસ્ટ હાઉસ ફૂલ થઇ જવા પામ્યા છે.

જૂનાગઢના ચોબારી રેલવે ફાટક પાસે રોડની બન્ને તરફ ૧-૧ ફૂટના ખાડા પડ્યા

જૂનાગઢના બાયપાસ સ્થિત ચોબારી ફાટક પાસે પાટાની બંને તરફ રોડ ઉપર ખાડા પડી જવાના કારણે ટ્રાફિક જામ સાથે અકસ્માતની સંભાવના વધી રહી છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા માંગ ઉઠી છે

આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતિના કન્વીનર અતુલ શેખડા એ સાંસદ રાજેશભાઇ ચુડાસમાને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ચોબારી ફાટક તરીકે જાણીતા રેલવેની હદમાં પાટાની બંને તરફ રોડ ઉપર ૧-૧ ફૂટના ખાડા પડી ગયા છે. આ ફાટક પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ ખાડાને કારણે વાહનોને પસાર થતા વાર લાગે છે તેમજ ટ્રાફિક જામ થવાને કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે.

આવી જ દશા જૂનાગઢ જિલ્લાના તમામ રેલવે ફાટક પાસેના રોડની છે. આ રેલ્વે હદ વિસ્તાર હોવાને કારણે પીડબલ્યુડી પણ કામ કરતું નથી. ત્યારે આ મામલે રેલવે વિભાગને જાણ કરી સત્વરે યોગ્ય કરવા લોકો વતી માંગ કરાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here