કોરોના મહામારી વચ્ચે કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલશે

0
20
Share
Share

શ્રદ્ધાળુઓને ૨૪ દિવસ ક્વોરન્ટીન કરવાનો પ્રસ્તાવ

તિરુવનંતપુરમ્‌,તા.૧૫

કેરળના સૌથી પ્રખ્યાત સબરીમાલા મંદિરને દિવાળી પછી સામાન્ય લોકો માટે ખોલવાની મંજૂરી મળી છે. રાજ્યના ધર્મસ્વ વિભાગે એ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાના વધતા કેસના કારણે હાલ મંદિરમાં સામાન્ય શ્રદ્ધાળુઓ જઈ શકશે નહીં. દિવાળી પછી ૧૬ નવેમ્બરે મંદિર ખૂલી શકે છે. મંદિરમાં દર્શન શરૂ કરવાને લઈને એક વિશેષ સમિતિએ થોડી સલાહ આપી છે. એના ઉપર અમલ થશે તો એ કોઈપણ મંદિરમાં દર્શન કરવાની સૌથી કડક ગાઇડલાઇન હોઇ શકે છે.

જોકે હાલ મંદિરનું મેનેજમેન્ટ જોતાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ એને લઈને કોઈપણ ચોખવટ કરવાની સ્થિતિમાં નથી, પરંતુ બોર્ડ પ્રમાણે સમિતિએ સરકારને પોતાના પ્રસ્તાવ મોકલ્યા છે, જેના અંગે સરકાર વિચાર કર્યા પછી નિર્ણય લેશે. જો આ નિયમ લાગુ થશે તો અહીં દર્શન કરનાર દરેક શ્રદ્ધાળુને લગભગ ૨૪ દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. ૧૪ દિવસ દર્શન કર્યાં પહેલાં અને ૧૦ દિવસ દર્શન કર્યાં પછી.

કેરળનું ધર્મસ્વ અને સાંસ્કૃતિક વિભાગ આ વાતને લઈને સ્પષ્ટ કરી ચૂક્યું છે કે હાલ મંદિરમાં જે પૂજાઓ થઈ રહી છે, એમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. ૧૬થી ૨૧ સપ્ટેમ્બર સુધી મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવશે, પરંતુ એમાં કોઈ શ્રદ્ધાળુઓને પ્રવેશ મળશે નહીં. સરકાર આ સમયે ગાઇડલાઇન નક્કી કરવાનું કામ કરી રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here