કોરોના મહામારી અને ચીન

0
29
Share
Share

કોરોના મહામારી દેશ અને દુનિયા સામેનો મોટો પડકાર છે. વળી કોરોનાની પોતાની કોઈ જ ટાઈમ લાઈન નથી. એની ઔષધિ પણ હજુ કલ્પનાનો વિષય છે. ફાર્મસી ક્ષેત્રમાં અમેરિકન લૉબી બહુ તાકાતવાન છે. અમેરિકનોએ રશિયાની મજાક શરૂ કરી દીધી છે. તો પણ રશિયાનો દાવો કંઈ સાવ ઊણો ઉતરે એમ નથી. રશિયન વેક્સિન કદાચ આંશિક પરિણામદાયી નીવડે તો પણ એ દુનિયામાં બધે પહોંચી જવાની છે. અત્યારે એ વેક્સિન બે વરસની સુરક્ષા આપે છે પણ ટૂંક સમયમાં જ એનીય નવી આવૃત્તિઓ સતત અપગ્રેડ થઈને બહાર આવતી રહેશે ને એ રીતે સુરક્ષિત આરોગ્યની અવધિ વધતી રહેશે. હમણાં સુધી તો માત્ર વિશ્વ આરોગ્ય સંસ્થાઓની ધમકીઓ વચ્ચે જગત ડરતું હતું એને બદલે દીર્ઘ જીવનની આશા ટિંગાડવા માટેની એક ખિંટી તો રશિયાએ આપી. એટલે હવે જ ખરેખર વેક્સિન રેસની શરૂઆત થઈ. થોડા દિવસોમાં બીજા દેશો પણ ટ્રેક ઉપર રશિયાની પાછળ-પાછળ દોડતા જોવા મળશે.રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનામાં જે છૂટછાટો દેશને નથી આપતા એ જ મુક્તિ તેઓ પોતે લે છે એની ચોતરફ ટીકા થઈ રહી છે. ભાજપની સરકાર છે એ રાજ્યોમાં તો આવા અનેક દ્રષ્ટાન્તો મળે પણ જ્યાં ઈતર પક્ષોની સરકાર છે ત્યાં પણ એવા જ નમૂના મળે છે. પોતાના સ્વાર્થ માટેની સભાઓ ગમે તેમ કરીને તેઓ યોજી જ લે છે પણ પ્રજાજીવનના ઉત્સવો માટે મર્યાદા સહિતની મંજુરી આપવામાં આવતી નથી. સરકારના આ વર્તન સામે ઘણો ઊહાપોહ છે. જો કે દુનિયાની દરેક સરકાર હજુ પણ સતત એના નિર્ણયો બદલાવતી રહે છે. જેને લાઈન ઑફ એક્શન કહેવાય એ કોઈ પાસે નથી. જે લોકો ડોનાલ્ડ ટ્રમ્પના લોકડાઉન વિરોધી વલણની ટીકા કરતા હતા તેઓ એની પ્રશંસા કરવા લાગ્યા કારણ કે પોતાને લોકડાઉનની કડવાશનો ઘૂંટડો પીવો પડયો તો વળી કેટલાક દેશો અને પ્રદેશો કોરોના સંક્રમણમાં વધુ ને વધુ ફસાતા જાય છે તેઓ નવેસરથી લોકડાઉનના હિમાયતી બની ગયા છે.દુનિયાનો સૌથી મોટો મતભેદ મંચ હવે વિશ્વ આરોગ્ય સંસ્થા છે. કારણ કે ચીને પઢાવેલા પોપટની સંખ્યા ત્યાં વધી ગઈ છે. જે રીતે કોરોનામાં પોતે મુખ્ય અપરાધી હોવા છતાં ચીન આબાદ છટકી ગયું છે એ જ રીતે વધુ દેશોને ઉલઝનમાં નાંખવાનું કામ ચીન કરે છે અને એ માટે એ અજબ ગજબના હાથા શોધી લે છે. શું થયું, શું થઈ રહ્યું છે અને શું થશે એ વિશે ચીન જેટલું જાણે છે એટલું તો કોઈ જાણતું નથી. અજ્ઞાાનતાના આ અંધકારમાં ઠેબે ચડેલી દયાપાત્ર દુનિયાને ચીન જ ક્ર રીતે રમાડે છે અને પરપીડનની દુષ્ટ વૃત્તિનો આનંદ લે છે. ચીનની વાહિયાત વિચારધારાનો વિરોધ કર્યા વિના તેના ઉત્પાદનોની આ એ દુનિયાએ સદાય સ્તુતિ કરી હતી જે હવે ભારે પડી રહી છે. શાસ્ત્રમાં એક શબ્દ સાધનશુદ્ધિ છે. એનો અર્થ છે કે તમે હાંસલ તો કરો છો જે કંઈ એ કોના દ્વારા કરો છે તેનો અલગ મહિમા છે. સસ્તા અને સારા માલના માધ્યમ તરીકે દુષ્ટ ચીનને પસંદ કરી ડ્રેગનને તગડો બનાવવાની સજા આખી દુનિયા ભોગવી રહી છે.અવિશ્વાસ અને મદદની જરૂરિયાતનો વિચિત્ર જમાનો આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here