કોરોના મહામારીમાં જલારામ મંદિર ડીસા ખાતે શરુ કરાયેલ ભોજન ભંડારાને અપાયો વિરામ

0
18
Share
Share

ગિરગઢડા તા ૩૦

ડીસા જલારામ મંદિર ખાતે કોરોના મહામારીને લીધે તારીખ ૨૪-૩-૨૦૨૦ મંગળવારથી શરુ કરાયેલ ભોજન ભંડારા થકી ૯૯ દિવસો સુધી લાખો દરિદ્રનારાયણોને ભોજન સેવા અપાયા બાદ તારીખ ૩૦-૬-૨૦૨૦ મંગળવારે વિરામ આપવામાં આવ્યો હતો..૧-૭-૨૦૨૦ બુધવારથી રાબેતા મુજબ વિનામુલ્યે અન્નક્ષેત્ર તેમજ વ્યાજબી દરનું ભોજનાલય શરુ થશે..ભોજન ભંડારા વિરામ સમયે સૌ દાતાઓ,કાર્યકરો,પત્રકારોનું બુંદી પ્રસાદ તેમજ જલારામ દર્શન ગ્રંથથી સન્માન કરવામાં આવ્યું હતું..આ અવસરે ઉપસ્થિત ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડયાએ જલારામ ટ્રસ્ટ ડીસાની સેવાકીય કામગીરીની સરાહના કરી હતી તેમજ ઉપસ્થિત ટ્રસ્ટીઓ સર્વ કનુભાઈ આચાર્ય, ડો.કીશોરભાઈ આસનાની,ભગવાનભાઈ બંધુ,શશીકાંભાઈ ઠકકર,નરેશભાઈ આચાર્ય, મેનેજર પરેશભાઈ લક્ષ્મીનારાયણ સહિત સૌ કાર્યકરો,દાતાઓ અને પત્રકારોને  અભિનંદન આપ્યા હતા..ડીસા જલારામ મંદિર ભોજન ભંડારાની ડીસા નગર સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં ભારે પ્રશંસા થઈ રહી છ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here