કોરોના મહામારીઃ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૩૨ તજજ્ઞ તબીબોની કરાર આધારિક નિમણૂંક

0
20
Share
Share

વડોદરા,તા.૧૬

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની મંજૂરી અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઇઓ અનુસરીને સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવાર સેવાઓના મજબૂતીકરણ માટે ૩૨ તજજ્ઞ તબીબોની ૧૧ માસની મુદ્દતના કરારના આધારે ફિક્સ પગારથી નિમણૂંક કરવામાં આવી છે. આ લોકો વર્ગ-૧ના તજજ્ઞ તબીબો તરીકે કોવિડની કામગીરી કરશે. તેમની સેવાઓ દ્ગૐસ્ હેઠળ લેવામાં આવશે.

મહત્વની વાત એ છે કે, આ તબીબોએ બરોડા મેડિકલ કોલેજમાંથી જ અનુસ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું છે, એટલે સયાજી હોસ્પિટલનો કાર્યાનુભવ ધરાવે છે. રેસિડેન્ટ ડોકટર તરીકે આરોગ્ય સેવાઓ આપવાના છે, તેવા આ તજજ્ઞ તબીબોમાં મેડિસિન, એનેસ્થેસિયા, ઇમરજન્સી મેડિસિન, ટીબી અને ચેસ્ટ, પેથોલોજી, સર્જરી, બાળ રોગ અને નેત્ર રોગ જેવી મેડિકલ સ્પેશિયાલિટીના તબીબોનો સમાવેશ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here