કોરોના મહામારીઃ મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન ૩૧ જુલાઇ સુધી વધાર્યુ

0
12
Share
Share

મુંબઇ,તા.૨૯

દેશભરમાં કોરોનાના કેસો અટકવાનું નામ લઇ રહ્યાં નથી. ૨૪ કલાકમાં ગત રોજ ૨૧ હજાર કેસ નવા આવ્યા છે. દેશમાં કોરોનાના કેસ ૫૪ લાખે પહોંચ્યા છે. દેશમાં ૨૧ લાખ કેસ એક્ટિવ છે અને ૧૬,૫૦૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કેસનો આંક ઘટી રહ્યો નથી. મહારાષ્ટ્રમાં કેસનો આંક ૧. ૬૪ લાખે પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં કેસો અટકી રહ્યાં નથી. ટેસ્ટની તુલનામાં કોરોના પોઝિટીવ આવવાની સંખ્યા પણ વિશ્વમાં બ્રાઝિલની સમકક્ષ છે. દિવસેને દિવસે સ્થિતિ બગડતાં મહારાષ્ટ્રે ૩૧મી જુલાઈ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.

આ લોકડાઉનમાં જે પ્રકારે દુકાનો ખુલ્લી રહે છે એ જ પ્રકારે ખુલ્લી જ રહેશે. આ પહેલાં સરકારે ૩૦મી જૂન સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો હતો. દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે.રાજ્યના ચીફ સેક્રેટરી અજોય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ કર્યો છે.

લોકડાઉન સમયે જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. જેમ પહેલાં પણ ખુલ્લી રહેતી હતી. ઓડ ઈવનમાં દુકાનો ખોલવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ સાથે ઓફિસોમાં પણ સીમિત કર્મચારીઓની હાજરી રહેશે. મિશન બિગેઇન અગેઇન અનુસાર રાજ્ય સરકારના તમામ વિભાગોએ અગાઉ જાહેર કરેલી ગાઈડલાઈનનું સખત રીતે પાલન કરવું પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here