કોરોના મહામારીઃ પોલીસ લાઇન સેનેટાઇઝ કરવાનું કામ શરૂ કરાયું

0
17
Share
Share

અમદાવાદ,તા.૧૬

અમદાવાદમાં કોરોનાનાં કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે અને તેમાં પોલીસ જવાનો પણ બાકાત રહ્યા નથી. ત્યારે હવે અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા સમયમાં પોલીસ જવાન અને તેમના સ્વજનો સુરક્ષિત રહે તે માટે આજથી શહેરની પોલીસ લાઈન સેનેટાઈઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસના એડમિન સંયુક્ત પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ આજથી શહેરની પોલીસ લાઈન સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરાવી હતી. કોઈ ને સૂચના આપવાને બદલે તેઓએ પોતે હાજર રહીને પોલીસ લાઈન સેનેટાઈઝ કરાવી હતી.

આ અંગે અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને તેમના પરિવાર સુરક્ષિત રહે તે માટેનો આ એક પ્રયાસ છે. આજે શહેરની મોટી પોલીસ લાઈન દાણીલીમડાને સેનેટાઈઝ કરવામાં આવી છે. સાથે જ ડીસીપી કચેરી સહિત ૩૧ પોલીસ લાઈન સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં બીજી લાઈન પણ સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here