કોરોના મહામારીઃ ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકા ટેસ્ટ સિરીઝ સ્થગિત

0
22
Share
Share

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થશે સેકન્ડ ફાઇનલિસ્ટ બનવા ટક્કર

મેલબર્ન,તા.૨

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરિઝ સ્થગિત થતાં ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરી લીધું છે. કોરોનાને લીધે ઓસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ સ્થગિત થઈ ગયો છે. તેવામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેમના(ઓસ્ટ્રેલિયા) પોઈન્ટ્‌સ પર્સન્ટેજ કિવિઝ કરતાં વધી શકે એમ નથી. તેવામાં ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં ક્વોલિફાય થઈ ગયું છે. સેકન્ડ ફાઇનલિસ્ટ બનવા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બરાબરીની ટક્કર થશે. બંને દેશ વચ્ચે ૪ ટેસ્ટની શ્રેણી ૫ ફેબ્રુઆરીએ ચેન્નાઈ ખાતે શરૂ થશે. જ્યારે ઓસ્ટ્રેલિયા હજી પણ ફાઇનલમાં સ્થાન મેળવી શકે તેમ છે.

ફાઇનલમાં બાકી રહેલા બીજા સ્થાન માટે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેસ છે. ભારત અત્યારે પોઈન્ટ્‌સ ટેબલમાં ટોપ પર છે, પરંતુ ઇંગ્લેન્ડ સામે પરાજય થાય તો તે નીચે આવી શકે છે. ભારત ઇંગ્લેન્ડ સામેની સીરિઝ ૪-૦, ૩-૦, ૩-૧, ૨-૦ અથવા ૨-૧થી જીતે તો ક્વોલિફાય થઈ જશે. જ્યારે ઇંગ્લેન્ડે ક્વોલિફાય થવું હોય તો તેમણે ભારતને ૪-૦, ૩-૦ અથવા ૩-૧થી હરાવવું પડશે. જો આમાંથી કોઈપણ માર્જિનના અંતરે રિઝલ્ટ ન આવે તો ઓસ્ટ્રેલિયા ક્વોલિફાય થઈ જશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here