કોરોના ભુલાયોઃ વડોદરામાં સરઘસ કાઢીને ભાજપે ઠેર-ઠેર જીતની ઉજવણી કરી

0
22
Share
Share

વડોદરા,તા.૨૩

વડોદરા મહાનગરપાલિકા પર ભાજપે ફરી એકવાર સત્તા મેળવી છે, જેને લઈને ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ગેલમાં આવી ગયા છે અને શહેરમાં ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. બીજી તરફ વોર્ડ નં-૧માં કોંગ્રેસની પેનલ આવતા કોંગ્રેસે પણ ઉજવણી કરી હતી. જોકે બંને પક્ષની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. વડોદરા શહેરમાં ભાજપનો વિજય થતાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવીને શુભકામના પાઠવી હતી અને ઢોલ-નગારાના તાલે ઉજવણી કરી હતી.

ઉજવણી દરમિયાન કાર્યકરો અને ઉમેદવારો માસ્ક વિના જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં પહેલા તબક્કામાં કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા કોંગ્રેસના ઉમેદવારો, અગ્રણીઓ ગેલમાં આવી ગયા હતા. જોકે, બીજા તબક્કામાં કોંગ્રેસનો રીતસરનો રકાસ જોવા મળ્યો હતો અને ભાજપ જીતી જતા કોંગ્રેસમાં નિરાશા વ્યાપી ગઈ હતી અને ભાજપમાં ખુશી જોવા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here