કોરોના બેકાબૂઃ સુરતમાં એટ યોર ડોર સ્ટેપ સુવિધા શરૂ કરવામાં આવી

0
20
Share
Share

સુરત,તા.૨૫

અમદાવાદ બાદ સુરત કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેથી મહાનગરપાલિકા દ્વારા ગંભીર પરિસ્થિતિમાં પહોંચી વળવા આયોજન કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલની સાથે સાથે કોરોના દર્દીઓની સારવાર માટે ૩૭ જેટલી ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરવામાં આવ્યાં છે. જેથી ખાનગી હોસ્પિટલમાં પણ હવેથી રિઝર્વ બેડ રાખવામાં આવશે. પાલિકા દ્વારા એટ યોર ડોર સ્ટેપ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંગે મેયરે કહ્યું કે, સામાન્ય લક્ષણો હોય ત્યારે જ દર્દી ૧૦૪ નંબર પર ફોન કરે એટલે પાલિકાની ટીમ તેમની ઘરે પહોંચીને યોગ્ય સારવાર શરૂ કરી દેશે.

કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા હવે ખાનગી હોસ્પિટલમાં પણ પાલિકા દ્વારા સારવાર શરૂ કરવા માટે કરાર કરવામાં આવ્યાં છે. સિવિલ,સ્મીમેર, એ સિવાય પણ વ્યવસ્થા કરાઈ છે.પ્રાઇવેટના જનરલ વોર્ડમાં પણ દર્દીની તમામ વ્યવસ્થા મનપા કરી આપશે. એમઓયુ કરેલી હોસ્પિટલના બેડ જો દર્દી ન આવે તેમ છતાં ખાલી રખાશે.એનો ચાર્જ પાલિકા હોસ્પિટલને ચૂકવશે.જેથી કોરોના દર્દી માટે આ ૩૭ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ રહેશે.

પાલિકાના મેયર ડો. જગદીશ પટેલએ જણાવ્યું હતું કે, બીક અને જાણકારીના અભાવે મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા તેવા બનાવોના કારણે ગંભીરતા વધી જાય છે. ૧૦૪ની સેવા સારી રીતે કામ કરે ચે. ૧૦૪ પર રાઉન્ડ ધ ક્લોક જાણ કરે. પાલિકાની ટીમ સંપર્ક કરશે એટલે ડોક્ટરની ટીમ ઘરે જઈ ચેકઅપ કરશે અને દવા આપશે.પછી ડોક્ટરને જરૂરી લાગશે તે પ્રમાણે દવા આપશે કે હોસ્પિટલ જવું પડે તો તે પણ કરવું પડશે. પાલિકાની આ સેવા દ્વારા દર્દીએ ક્યાંય જવું પડશે નહી પાલિકા સામેથી તેમના ઘરે પહોંચશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here