કોરોના બાદ ચીનમાં મળ્યો વધારે શક્તિશાળી વાઈરસ, વધુ એક મહામારીની આશંકા

0
15
Share
Share

વાયરસનું નામ જી-૪, ૨૦૦૯ના સ્વાઈન ફ્લૂનો નવો ટાઈપ મળ્યો, વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આ વાયરસ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે,કોઈ પણ વાતાવરણમાં ફેલાવા માટે સક્ષમ

બેઇજિંગ,તા.૩૦

કોરોના સંક્રમણ સામે લડી રહેલી દુનિયા માટે ચીનથી વધુ એક ખરાબ ખબર આવી છે. વર્ષ ૨૦૦૯માં તબાહી મચાવનારા સ્વાઈન ફ્લૂ વાયરસનો એક નવો ટાઈપ મળ્યો છે. આ વાયરસ એચ૧એન૧ના મુકાબલે ખૂબ જ શક્તિશાળી હોવા સાથે જલ્દીથી કોઈપણ વાતાવરણમાં ફેલાવવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકો મુજબ, આ વાયરસ કોરોના સંક્રમણથી પણ મોટી મહામારી ફેલાવવાનું કારણ બની શકે છે.

અમેરિકાની સાયન્સ જર્નલ પીએનએએસમાં છપાયેલી એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે સ્વાઈન ફ્લૂના એક નવા વાયરસ પ્રકારની જાણકારી મળી છે. જેનું નામ જી૪ રાખવામાં આવ્યું છે. આ માનવો માટે ખૂબ જ ખતરનાક છે અને ખૂબ સરળતાથી મહામારીમાં બદલવામાં સક્ષમ છે. ચીની યુનિવર્સિટી અને ચીનના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરે પણ આ વાયરસના મળવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધી વૈજ્ઞાનિકોએ ભૂંડના નાકથી મળેલા ૩૦ હજારથી વધારે સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોને ૧૭૯ પ્રકારના સ્વાઈન ફ્લૂ ટાઈપ વાયરસ મળ્યા, પરંતુ ૨૦૧૬ બાદથી એક વાયરસ ટાઈપ સૌથી વધારે મળ્યો છે જે ખૂબ જ ખતરનાક છે.

વૈજ્ઞાનિકો મુજબ જી૪ના સંપર્કમાં આવનારા વ્યક્તિના પણ શરૂઆતના લક્ષણો તાવ, ખાંસી અને શરદી છે, પરંતુ આ ખૂબ જ ઝડપથી અન્ય લોકોમાં ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો સતત ગંભીર થતા જાય છે અને તે માનવ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સીઝનલ ફ્લૂ વિરુદ્ધ શરીરમાં જે એન્ટીબોડી બને છે તે આના માટે ઉપયોગી નથી, જે તેને વધુ ખતરનાક બનાવી દે છે. આ ખૂબ જ ઓછા સમયમાં દુનિયાની ૪.૪ ટકા સંખ્યાને બીમાર કરવામાં સફળ સાબિત થઈ શકે છે. આ વાયરસ પણ પ્રાણીઓ દ્વારા જ માનવોમાં ફેલાય છે. જોકે ચિંતાની વાત એ છે કે તે કોરોનાની જેમ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાવવામાં સક્ષમ છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના વેટરનરી વિભાગના પ્રમુખ ડોક્ટર જેમ્સ વુડ મુજબ તમામ દેશોએ તેમના ભૂંડ પાળવાની જગ્યાએ કડક દેખરેખ કરવાની જરૂર છે. ભૂંડના માંસ અને અન્ય પ્રાણીના માંસના ઉદ્યોગમાં આ પ્રકારના વાયરસનો ખતરો વધી ગયો છે. પાળતુ પ્રાણીઓના મુકાબલે જંગલી પ્રાણીઓનું માંસ વધારે ખતરનાક સાબિત થાય છે. તેનાથી માનવ શરીરમાં નવી બીમારીઓ આવી રહી છે. જેને જૂનોટિક ઈન્ફેક્શન કહી શકાય છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here