કોરોના ફેલાવા માટે જવાબદાર કોણ….? કર્ફ્યુને કારણે ગુજરાતમાં અમદાવાદ અટૂલું પડી ગયું…..!

0
18
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને આર્થિક ક્ષેત્ર થી લઈને તમામ ક્ષેત્રોને હચમચાવી નાખ્યા છે.વિશ્વમા ઝડપી ગતિએ વધી રહેલા કોરોના સંક્રમિતોની ૧૯૦ દેશોની સંખ્યા ૫,૬૮,૨૨,૬૦૬ થઈ ગઈ છે અને ૧૩,૫૯,૧૨૦  લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે, અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર નોંધાયેલા કેસો પૈકી ૪૮ ટકા અમેરિકા, ભારત અને બ્રાઝિલનિ છે જ્યારે કોરોના દર્દિઓના થયેલા મોતની સંખ્યામા પ્રથમ અમેરિકા બીજા ક્રમે ભારત અને ત્રીજા સ્થાને બ્રાઝીલ છે. અને કોરોના સામેના જંગને જીતવામાં પ્રથમ ક્રમે ભારત આવે છે જ્યારે બીજા ક્રમે બ્રાઝીલ અને અમેરિકા ત્રીજા ક્રમે આવે છે. અહેવાલ અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં ૧,૧૭,૧૩,૨૪૨ લોકો કોરોના સંક્રમિત થયા છે, અને  ૨,૫૨,૫૧૪ દર્દીના મોત થયા છે. ભારતના કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૪૫,૮૮૨  નવા કોરોના સંક્રમિત કેસો સામે આવ્યા છે અને કુલ કેસોની સંખ્યા ૯૦,૦૪,૩૬૫ ઉપર પહોંચી ગઇ છે જ્યારે સ્વસ્થ થનારાની સંખ્યા ૮૪.૨૮ લાખથી વધારે થઈ ગઈ છે. અને મૃતાક ૫૮૪ થયો છે તે છેલ્લા ૨૪ કલાક નો છે અને કુલ મૃતાક ૧,૩૨,૧૬૫ થઈ ગયો છે. અને કોરોના સક્રિય કેસોની સંખ્યા ૪, ૪૩,૭૯૪ થઈ ગઈ છે. બ્રાઝીલમાં કોરોનાની ચપેટમાં કુલ ૫૯.૮૧ લાખ લોકોને પાર થઈ ગયો છે. જ્યારે ૧,૬૮,૦૬૧ લોકોના  મોત થઈ ગયા છે. ભારતમાં વધી રહેલા કોરોના કેસોને કારણે દેશમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉન તો કેટલાકમાં કરફ્યૂ લાગુ પડશે અને કેટલાકમાં શાળાઓ બંધ કરવી પડશે કે ખોલી ન શકાય. પરંતુ આ તમામ પગલાં મર્યાદિત વિસ્તારો પુરતા હશે અને લોકોને બચાવવા આવા પગલાં પણ જરૂરી છે. કારણ સરકાર દેશમાં કોઈપણ વિસ્તારને ચીનના વુહાન જેવી બની ગયેલી સ્થિતી બને નહીં તે માટેના પ્રયાસો કરી રહી છે……!

દેશમાં રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, હરિયાણા, ગુજરાત સહિતના રાજયોમાં વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને કારણે સરકારોએ આકરા પગલાં લેવા પડે તેવી સ્થિતિ બની ગઈ છે….. તેમાં પણ આંધ્ર અને હરીયાણાની શાળાઓ  ખુલ્યાના નહીવત  દિવસોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના ની ચપેટમા આવી જતા રાજ્ય સરકારો ચોકન્ના થઈ ગઈ છે. અને તેમાં પણ દીલ્હી, ઈન્દોર, અમદાવાદ શહેરોમાં કોરોના કેસોની સંખ્યામાં ઝડપી ઉછાળો આવતા સરકારે ઝડપી ગતિએ આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે… જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે ૯ વાગ્યાથી સોમવાર સુધી કર્ફ્યુ દાખલ કરવાની ચેતવણી આપવા સાથે સોમવાર સુધી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે…. જોકે દૂધ,દવા સ્ટોર્સ, મેડિકલ સેવાઓની મૂક્ત રાખવામાં આવ્યા છે.  ગુજરાતના એસટી તંત્રએ કર્ફ્યુ સમય દરમ્યાન અમદાવાદ જતી આવતી કે જોડતી તમામ બસ સેવાઓ રદ કરી છે. મતલબ કોરોનાએ ગુજરાતમાં અમદાવાદને જે-તે શહેરો,મથકો અને ગામડાઓથી વિખુટુ પાડી દીધુ છે. બીજી તરફ જાગૃત લોકોની સવાલી ચર્ચા બની છે તે સરકારે શાળાઓ શરૂ ન કરવા લીધેલો નિર્ણય ખરેખર આવકારદાયક છે…. પરંતુ લોકડાઉન, કર્ફ્યુ નાખતા પહેલા આમ પ્રજાને જે તે જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે બે-ત્રણ દિવસનો સમય આપવા સાથે ભાવો વધે નહીં,કાળા બજાર  ના થાય તે માટે સરકારે આકરા થવું જરૂરી છે. તો કોઈ આખા બોલા લોકોમાં સવાલી ચર્ચા ઉઠી છે કે કોરોના સમયમાં ચૂંટણીઓ આવી,  રાજ્યભરમાં સરઘસો કાઢ્યા-સભાઓ યોજવામાં આવી ત્યારે કોરોના નિયમોનો ભંગ મોટાભાગના રાજકીય નાના- મોટા નેતાઓ, કાર્યકરોએ કર્યો હતો ત્યારે કોરોના ફેલાયો ન હતો…. અને પરિણામો આવ્યા બાદ કોરોના કઈ રીતે ફેલાયો…..? માત્ર દિવાળી તેનું કારણ નથી કે ઠંડી પણ તેનું કારણ ન હોય…..! જે વાત રાજનેતાઓએ  સ્વિકારવી જોઈએ… અને કોરોના નિયમોનું તમામ રાજકારણીઓએ પાલન કરવું જોઈએ. બાકી આમ પ્રજા નેતાઓનુ જોઈને તેનો અમલ કરે છે….. નહીતો પાલન અવશ્ય કરે……!

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here