કોરોના ટેસ્ટનાં દરમાં ઘટાડો, લેબમાં ટેસ્ટના રૂા.૧પ૦૦ ત્થા ઘેર ટેસ્ટનાં રૂા.ર૦૦૦ લેવાશે

0
24
Share
Share

રાજકોટ,તા. ૧૬

રાજયમાં સરકારી હોસ્પિટલો તેમજ મ્યુ. કોર્પો. સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવી રહેલ છે. તેમજ ખાનગી લેબોરેટરીમાં પરિક્ષણ કરવા માટેના દર હાલ રૂા.૨૫૦૦ થી ૩૦૦૦ વસુલવામાં આવતા હતાં, રાજય સરકાર દ્વારા ખાનગી લેબોરેટરી સંચાલકો માટે હાલ નવા ઘટાડેલા કોરોના પરિક્ષણનાં દર જાહેર કર્યા છે. જેમાં, લેબોરેટરી ખાતે જઇ પરિક્ષણ કરાવવાનો દર રૂા.૧પ૦૦ અને દદર્ીના ઘેર જઇ ટેસ્ટ કરી આપવાનો દર રૂા.ર૦૦૦ નકકી કરવામાં આવ્યો હોવાનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારોને જણાવેલ છે. આ નવા દરનો અમલ રાજયભરમાં ગુરૂવારથી શરૂ થશે. તેમ સરકાર દ્વારા જણાવાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here