કોરોના ચીને જ ફેલાવ્યો, મારી પાસે પુરાવા છે : ચીની વૈજ્ઞાનિક લી મેંગ યાન

0
18
Share
Share

વૉશિંગ્ટન/બેઇજિંગ,તા.૧૨

કોરોના દુનિયાભરમાં કેવી રીતે ફેલાયો અને એને માટે કોણ જવાબદાર છે એવી ચર્ચા વચ્ચે એક ચીની મહિલા વૈજ્ઞાનિકે એવી ચોંકાવનારી જાહેરાત કરી હતી કે કોરોના વાઇરસ માટે ચીન જવાબદાર છે અને મારી પાસે એના પુરાવા છે.

ચીનની વાઇરોલોજિસ્ટ (વાઇરોલોજી એટલે વિષાણુ વિજ્ઞાન કે વાઇરસ વિજ્ઞાન) લી મેંગ યાને એવો દાવો કર્યો હતો જરૂર પડ્યે હું એવા પુરાવા રજૂ કરી શકું છું કે કોરોના વાઇરસ ચીને જ ફેલાવ્યા હતા. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીનની સરકાર કોરોના વાઇરસ અંગે ઘણી માહિતી છૂપાવી રહી હતી. આ વાઇરસ માનવ સર્જિત છે અને એમાં ચીનનો જ સૌથી મોટો ફાળો છે. ચીન ઘણી માહિતી છૂપાવીને બેઠું છે પરંતુ મારી પાસે એ વાતના પુરાવા છે કે કોરોના વાઇરસ ચીને પેદા કર્યો અને એનો પ્રસાર કર્યો.

લી મેંગ યાને કહ્યું કે કોરોના વુહાનની મીટ માર્કેટ (માંસ બજાર)થી નથી આવ્યા કારણ કે આ મીટ માર્કેટ એક સ્મોક સ્ક્રીન છે. આ વાઇરસ પ્રકૃતિની દેન નથી. આ વાઇરસ વુહાનની મીટ માર્કેટથી નથી આવ્યા તો ક્યાંથી આવ્યા એેવા સવાલના જવાબમાં લીએે કહ્યું કે આ વાઇરસ વુહાનની એક લેબોરેટરીમાંથી આવ્યા છે અને માનવ સર્જિત છે એવા મારી પાસે પુરાવા છે.

આ વાઇરસનો જીનોમ અનુક્રમ માણસના ફિંગર પ્રીન્ટ જેવો છે. એ મુદ્દાના આધાર પરજ હું પુરવાર કરી આપીશ કે આ વાઇરસ માનવ સર્જિત છે અને એની પાછળ ચીન જવાબદાર છે.

લી મેંગ યાનને ચીનની સરકારે મોઢું બંધ રાખવાની અથવા ગંભીર પરિણામો સહન કરવાની ધમકી આપી ત્યારબાદ લાગ મળતાં લી ચીનથી નાસી છૂટ્યાં હતાં અને હાલ અમેરિકામાં રાજ્યાશ્રય લીધો હતો. તેમણે કહ્યું કે વાઇરસમાં માણસના ફિંગર પ્રિન્ટ એ સાબિત કરવા પૂરતા છે કે આ વાઇરસ માનવ સર્જિત છે, એને કુદરત સાથે કશી લેવા દેવા નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here