કોરોના ગયો નથી, દિવાળી પર્વ સરકારી ગાઇડલાઇનનાં પાલન સાથે ઉજવવા મ્યુનિ. કમિશ્નરની પ્રજાને અપીલ

0
14
Share
Share

રાજકોટ તા. ૧૧

વિક્રમ સવંત ૨૦૭૬ ના  વિદાય અને ૨૦૭૭ ના આગમનને આવકારવા વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી, નવુ વર્ષ આનંદ, ઉત્સાહ, શુભેચ્છા અને આશિર્વાદનો માહોલ. આ તહેવારમાં ફટાકડા,  ખાણીપીણી એકબીજાને સાથે મળવાનો તહેવાર છે. આ તહેવારમાં દરેક શહેરીજનોની નૈતિક તથા સામાજીક જવાબદારી બને છે. કે આપણા શહેરની કોરોનાની સંક્રમણની સુધરતી પરિસ્થિતિને જાળવી રાખીએ. આ તહેવાર દરમ્યાન સમજદારી, સાવચેતી અને સલાહ (ગાઇડલાઇન) ચુકી જઇશુ તો સંક્રમણના ગંભીર પરિણામોનું નિર્માણ થઇ શકે છે. આ તહેવારોમાં દરેક શહેરીજનોને સોશીયલ ડીસ્ટનસીંગ, માસ્ક અને સેનીટાઇઝરને ફરજીયાત અને ચુસ્તપણે અપનાવવાની મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે સર્વે શહેરીજનોને  અપિલ કરી છે.

બહાર જાવ પણ સાવચેતી રાખો

નાની વયના બાળકો,સગર્ભામાતા,વૃદ્ધો, લાંબી બિમારીવાળા લોકોએ એકબીજાની ઘરે જવાનું ટાળવું.

હોમ આઇશોલેશન કે હોમ ક્વોરેન્ટાઇન થયેલ વ્યક્તિઓએ બીજાના ઘરે જવું નહી કે હોમ આઇશોલેશન કે હોમ ક્વોરેન્ટાઇન થયેલ વ્યક્તિઓના ઘરે જવું નહી.

જેમને તાવ, શરદી ઉધરસ જેવા શ્વસન તંત્રના રોગના ચિન્હો હોઇ, તેમણે પણ સગાસંબંધીઓને મળવાનું ટાળવું.

સગાસંબંધીને મળવા જઇએ ત્યારે માસ્કનો ઉપયોગ કરવો તથા  સેનીટાઇઝરનો ઉપયોગ કરવો.

કુટુંબીજનો કે વડીલોને મળીએ ત્યારે હાથ મિલાવવાનું, ચરણસ્પર્શ કરવું કે ભેટવાનું ટાળવું. શક્ય હોય તો માત્ર દૂરથી જ નમસ્કાર કરવા.

શક્ય હોઇ તો સગાસંબંધીના ઘરે જતા પહેલા ફોન કરીને અથવા તો અગાઉથી સમય નક્કી કરીને જવું જેથી એક જ ઘરમાં સમુહમાં લોકો ભેગા ન થાય.

દરેક લોકોએ ઘરમાં સેનીટાઇઝરનો ઉપયોગ દરેક મહેમાનો ને અચુક કરાવવો.

સગાસંબંધીને મળેએ ત્યારે શક્ય હોઇ તેટલુ અંતર અચુક જાળવવીએ .

આ વર્ષે કુટુંબીજનો ને શુભેચ્છા ભેટ તરીકે માસ્ક, સેનીટાઇઝર કે પલ્સ ઓક્સીમીટરનો આવીષ્કાર આવકારદાયક રહ

ફટાકડા ન ફોડવા સારી વાત

ફટાકડાના ધુમાડાની યોગ્ય તકેદારી ન રાખવામાં આવે તો આરોગ્ય માટે નુકશાનકારક છે.

નાના બાળકો, સર્ગભામાતા, વૃદ્ધોએ ફટાકડા ફોડવા હિતાવહ નથી. ફટાકડાના ધુમાડાથી દૂર રહેવું.

શ્વસનતંત્રના રોગ, તાવ, શરદી, અન્ય લાંબી બિમારીથી પીડીત કે સજર્રી કરાવેલ લોકોએ ફટાકડા ફોડવા સલાહભર્યા નથી.

હોમ આઇસોલેટ / ક્વોરેંન્ટાઇન કોરોના દદર્ીઓએ ફટાકડા ફોડવા હિતાવહ નથી.

ફટાકડા ફોડતી વખતે સુતરાઉ, આખુ શરીર ઢંકાઇ જાય તેવા કપડા, માસ્કનો ઉપયોગ કરવો.

ફટાકડા ફોડતી વખતે સેનીટાઇઝરનો ઉપયોગ ન કરવો કે બાજુમાં સેનીટાઇઝર ન રાખવું.

ફટાકડા ફોડવાના જાહેરનામા ને અનુસરીને મેદાનમાં ફોડવા હિતાવહ છે.

ફટાકડા ફોડવાના સ્થળે પાણી ભરેલી ડોલ અચુક રાખવી.

સામાજીક અંત રાખી મળો

આપણી સામાજીક પરંપરા મુજબ નવા વર્ષની શુભેચ્છા અને આશિર્વાદ માટે શહેરીજનો કુટુંબ સાથે એકબીજા સગાસંબંધીના ધરે આ તહેવારમાં વધારેમાં વધારે જાય છે. જેમાં સમુહમાં લોકો મળે છે.  હાથ મિલાવવા, ચરણસ્પર્શ કે ભેટવાથી સામાજીક અંતર જળવાતું નથી વધારેમાં વધારે જુદી જુદી જ્ગ્યાએ સ્પર્શ કરવાથી કોરોના સંક્રમણ પ્રસરણ વધવાની દહેશત રહે છે. સાથે આ સમય દરમ્યાન એક કુટુંબમાંથી બીજા કુટુંબીજનો તેમજ એકબીજા સગા સંબંધીઓના ઘરે જવાના રીવાજમાં, નાસ્તો,  પીણા, મુખવાસનો ઉપયોગ કરવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતા વધે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here