કોરોના ખાસ લોકોને ટાર્ગેટ કરે છે

0
15
Share
Share

ડાયાબિટીસ બીપી સહિતના લોકોને વધુ ટાર્ગેટ બનાવ્યા છે કારણ કે…
કોરોના વાયરસના જે કેસો હજુ સુધી નોંધાયા છે તે પૈકી મુલ્યાંકન કરવામાં આવે તો આ બાબત સપાટી પર આવી જાય છે
દેશ અને દુનિયાના દેશોમાં હાલમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે. આવી સ્થિતીમાં આને રોકવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી ભારતમાં ૭૫ હજારથી વધારે કેસો નોંધાઇ ચુક્યા છે જેમાં ધ્યાન આપવામાં આવે તો એક બાબત તો નિકળીને સ્પષ્ટપણે આવી છે કે કોરોના મોટા ભાગે કમજોર રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવનાર લોકોને વધારે ટાર્ગેટ બનાવે છે. જે કેસો અને મોતનો આંકડો સપાટી પર આવ્યો છે તે આ બાબતનો સંકેત આપે છે. હજુસુધી ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ છે તે લોકોને વધારે ધ્યાન રાખવાની જરૂર છે. તેમને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને જોરદાર રીતે પાળવાની જરૂર છે. કોરોનાથી બચવા માટે કેટલીક સાવધાની જરૂરી બની ગઇ છે. ડાયાબિટીસ અને બીપીની તકલીફ અને શ્વાસની તકલીફ ધરાવતા લોકો વધારે અસરગ્રસ્ત થઇ શકે છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસ થવા માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા સૌથી મુખ્ય કારણ છે. દેશમાં પાંચ પૈકી એક વ્યક્તિ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પરેશાન છે તેવા અહેવાલ બાદ આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ થવા માટે મુખ્ય કારણ સ્થૂળતા છે. સ્થૂળતા જ આ મુખ્ય બિમારીઓને આમંત્રણ આપે છે. સાઈટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લોકો નિયમિતપણે તેમના સુગર અથવા તો બ્લડપ્રેશર ઉપર નજર રાખતા નથી. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે ત્રણ મહત્વપૂર્ણ પરિબળો છે જેના ટેસ્ટ નિયમિતગાળામાં થાય તે જરૂરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે સુગર અને બ્લડપ્રેશર નિયમિતપણે ચકાસવામાં આવે તે જરૂરી છે. નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૬૧ મિલિયન ડાયાબિટીસના દર્દીઓ છે. તેમાં ગયા વર્ષની સરખામણીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. વર્ષ ૨૦૩૦ સુધી ભારતમાં ડાયાબિટીસનો બોજ ૧૦૦ મિલિયનના આંકડાને પાર કરી જાય તેવી શક્યતા છે. અગાઉ ૮૭ મિલિયનનો આંકડો મૂકવામાં આવ્યો હતો. ભારતમાં મોતનો આંકડો પણ વધારે છે. આ વર્ષે ડાયાબિટીસના કારણે ૯૮૩૦૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીશ ફેડરેસન (આઈડીએફ) દ્વારા આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. આઈડીએફએ કહ્યું છે કે ભારતમાં ૨૦થી ૭૯ વર્ષની વયમાં ડાયાબિટીસના દર્દીઓનો આંકડો ૯.૨ ટકા છે. ભારત ચીન બાદ એવું બીજું દેશ છે જેમાં આંકડો ખૂબ વધારે છે. ભારતમાં આવનાર દેશોમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ભારતમાં ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પણ ૧૧૨૦૦૦ની આસપાસ છે. આંકડા ચિંતાજનક છે કારણ કે ડાયાબિટીસની સમસ્યા હવે નિયમિત સારવારથી થઈ શકે છે. આઈડીએફના જણાવ્યા મુજબ આ વર્ષે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૩૬૬ મિલિયનની આસપાસ રહી છે જેમાં ૪.૬ મિલિયનના મોત થયા છે. આરોગ્ય સંભાળ દ્વારા ડાયાબિટીસ ઉપર ખર્ચ ૪૬૫ અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે. નવા આંકડા સંકેત કરે છે કે ાયાબિટીસથી ગ્રસ્ત લોકોની સંખ્યા આ વર્ષે ૩૬૬ મિલિયનથી વધીને વર્ષ ૨૦૩૦ સુધી ૫૫૨ મિલિયન સુધી પહોંચી જશે. જો પૂરતા પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બનશે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે દર ૧૦ સેકન્ડમાં ત્રણ નવા કેસ નોંધાઈ રહ્યા છે અથવા તો દર વર્ષે ૧૦ મિલિયનનો ઉમેરો થઈ રહ્યો છે. આ વર્ષે દક્ષિણ એશિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ૭૧.૪ મિલિયનમાંથી આ સંખ્યા ૨૦૩૦ સુધી વધીને ૧૨૦.૯ મિલિયન સુધી પહોંચે તેવી શક્યતા છે. આઈડીએફએ એવો અંદાજ મૂક્યો છે કે ૩૬.૨ મિલિયનની હજુ ચકાસણી કરવામાં આવી નથી. દરેક પાંચ ડાયાબિટીસના રોગી પૈકી ચાર ૪૦થી ૫૯ સુધીની વયના છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here