કોરોના કેસ વધતા મહેસાણામાં ઉઠી લોકડાઉનની માંગ

0
11
Share
Share

મહેસાણા,તા.૨૧
સમગ્ર ગુજરાતમાં તાજેતર પૂર્ણ થયેલા દિવાળીના તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો છે. જેને લઈને સતત પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. જેને લઈને સ્થાનિક કોંગી ધારાસભ્ય દ્વારા લોકડાઉન લગાવવા માટે આવેદન કરવામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. દિવાળીના તહેવારો બાદ કોરોના કેસમાં વધારો થયો છે ત્યારે બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મહેસાણા જિલ્લામાં ૩ થી ૪ દિવસ માટે લોકડાઉન કરવામાં આવે તેવી માંગ કરી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા ધારાસભ્યએ માંગ કરી હતી. ઇમરજન્સી સેવાઓ સિવાય મહેસાણા જિલ્લામાં ૩ થી ૪ દિવસ માટે લોકડાઉન લાદવા માંગ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here