કોરોના કેસો વધતા ગાંધીનગર અક્ષરધામ મંદિર ત્રણ દિવસ રહેશે બંધ

0
25
Share
Share

ગાંધીનગર,તા.૨૦
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ૫૭ કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. બીજી તરફ ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભીડ ભેગી ના થાય તે માટે સાવચેતાની ભાગ રૂપે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર અક્ષરધામ મંદિર પણ ૨૦ નવેમ્બર રાત્રિથી ૨૩ નવેમ્બર સુધી બંધ રહેશે.
શનિવાર અને રવિવારે રજાના દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે આવતી હોય છે. સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોને ૨૦ નવેમ્બર રાત્રે ૯ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ કાલાવાડ રોડ પર આવેલા મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here