કોરોના કેર વચ્ચે દિલ્હીમાં ઠંડીનો આતંકઃ તાપમાન સાડા સાત ડિગ્રીએ પહોંચ્યું

0
21
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૦

પાટનગર નવી દિલ્હીમાં ઠંડીએ છેલ્લાં દસ વરસનો રેકોર્ડ આજે સવારે તોડી નાખ્યો હતો. તાપમાન ઘટીને સાડા સાત ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. દિલ્હીગરો સવારે ઊઠતાંવેંત ઠૂંઠવાવા માંડ્યો હતો.

હવામાન ખાતાએ આમ તો એવો અણસાર આપ્યો હતો કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ખૂબ બરફ પડી રહ્યો હોવાથી ઠંડી વધશે પરંતુ આજે સવારે તો દિલ્હીગરાએ કલ્પના નહોતી કરી એવી ઠંડી પડવા લાગી હતી. છેલ્લાં દસ વરસમાં દિલ્હીમાં કદી તાપમાન ઘટીને સાડા સાત ડિગ્રી સેલ્સિયસ જેટલું થયું નહોતું.

ગુરૂવારે દિલ્હીમાં સાડા નવ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હતું. આજે સવારે બીજી બે ડિગ્રી ઘટી જતાં ઠંડી ઓચિંતી વધી જવા પામી હતી. હવામાન ખાતાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે સામાન્ય રીતે દિલ્હીમાં નવેંબરની ૧૯મી અને ૨૧ વચ્ચે સાડા બાર ડિગ્રી સેલ્સિયસ જેટલું અને ૨૨થી ૨૬ નવેંબર વચ્ચે તાપમાન સાડા અગિયાર ડિગ્રી જેટલું હોય છે. એને બદલે આ વખતે ૨૦મી નવેંબરે જ તાપમાન ઘટીને સાડા સાત ડિગ્રી થઇ ગયું હતું. એનો અર્થ એવો પણ છે કે આવનારા દિવસોમાં ઠંડી વધશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here