કોરોના કેર યથાવત્: જર્મનીમાં ૨૦ ડિસેમ્બર સુધી લૉકડાઉન વધારાયું

0
29
Share
Share

બર્લિન,તા.૨૬

વિશ્વમાં વધતા કોરોના કહેરની વચ્ચે જર્મનીએ ૨૦ ડિસેમ્બર સુધી આંશિક લોકડાઉન વધારી દીધું છે. જ્યારે સોશિયલ કોન્ટેક્ટને લઈને મૂકવામાં આવેલા પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી શકે છે. ફેડરલ સ્ટેટના મિનિસ્ટર-પ્રેસિડેન્ટની સાથેની મીટિંગ પછી વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે આ માહિતી આપી છે.

તેમણે કહ્યું હતું કે એ મુદ્દે ચર્ચા થઈ કે જો કોરોનાના નવા કેસમાં ઘટાડો ન આવ્યો તો અમે પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવીશું. જર્મનીમાં હવે કુલ ૯.૮૩ લાખ કોરોનાના કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જ્યારે લગભગ ૧૫ હજાર લોકોનાં આ કારણે મોત થયાં છે. બીજી તરફ, યુનાઈટેડ કિંગ્ડમ(ેંદ્ભ)માં ૫ મે પછી એક દિવસમાં સૌથી વધુ ૬૯૬ લોકોનાં મોત થયાં છે.

સુદાનના પૂર્વ વડાપ્રધાન અને નેશનલ ઉમ્મા પાર્ટીના અધ્યક્ષ સાદિક મહદીનું કોરોનાને કારણે બુધવારે મોત થયું. સુદાનના મીડિયા મુજબ, મહદી આ મહિનાની શરૂઆતમાં કોરાના સંક્રમિત થયા હતા. તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ૧૯૬૬-૬૭ અને ૧૯૮૬-૧૯૮૯ સુધી સુદાનના વડાપ્રધાન રહ્યા.

વિશ્વમાં અત્યારસુધીમાં ૬.૦૭ કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી ૪.૨૦ કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૧૪.૨૬ લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હવે ૧.૭૨ કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે, એટલે કે એક્ટિવ કેસ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here