કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી લીમડાની ગળો

0
32
Share
Share

લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સીએ

ગળો જેને ગીલોય પણ કહે છે તે કોરોના કાળમાં રામબાણ ઔષધિ સમાન છે. તેને અમૃતા પણ કહે છે અને મરતા માણસને જીવન અમૃત દેનારી છે. એની જીજીવીશા એટલી પ્રબળ છે કે લીમડા પર ચડેલી ગળોને તમે મૂળથી ઉપરના ભાગને કાપી નાંખો તો તે બાકી રહેલો વેલો પોતાના શરીરીમાં મૂળ પેદા કરીને જમીન સુધી લઈ જાય છે અને પાછું પોતાનું જીવન શરુ કરે છે. અને ત્યાં સુધી જે વૃક્ષ ઉપર તે ચડ્યું હોય તેના ગુણો તે પોતાના છોડની અંદર સંક્રમિત કરતું રહે છે. એટલે ગળોમાં શ્રેષ્ઠ ગળો કડવા લીમડાની છે જે કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અકલ્પનીય કાર્ય કરે છે. આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે ૭૦ રોગોને  મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામડાઓ મા વાડી-ખેતરોમાં અને ઝાડી-જંગલ માં મળી જાય છે.

ગીલોયના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. આયુર્વેદમાં ગીલોયને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે. ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળેછે. ગીલોયમાં શરીરના દોષને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.

ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. ગીલોયની ડાળીઓનો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.

તેના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દદર્ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધિ અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે. આવો આપણે ગીલોયથી થતા શારીરિક ફાયદા ઉપર નજર કરીએ.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અને એન્ટિ ઓક્સિડેન્ટનો એક અગત્યનો ગુણ મળી આવે છે. જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.

તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી

ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ સામે લડીને તેને ઠીક કરી આપે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્‌સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે. જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ દદર્ીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.

પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત

ગીલોય ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં તે ખુબ જાણીતી છે. આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે. કફ થી પીડિત દદર્ીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દદર્ીની તકલીફ ઓછી થવા લાગે છે.

ડાયાબીટીસનો ઉપચાર

જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે. ઉચા લોહીના દબાણ ને કરે નિયંત્રિત – ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.

અસ્થમા નો સચોટ ઈલાજ

અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દદર્ી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. અસ્થમાના દદર્ીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.

આંખોની દ્રષ્ટિ વધારવા માટે

તે આપણી આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ. જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.

સૌંદર્ય પ્રસાધનમાં વપરાય

ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ત્વચાને સ્વસ્થ, સુંદર અને તાજી રાખીને ચહેરા ઉપર એક ચમક લાવી આપે છે.એનિમિયામાં તે ઉપયોગી છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here