કોરોના કાળમાં બેકાર બનેલા મધ્ય પ્રદેશના યુવાને વતનથી તમંચો વેચવા લાવ્યો

0
29
Share
Share

સુરત,તા.૧૮

શહેરના જહાંગીરપુરા રોડ સ્થિત શિવમ હોટલ પાસેથી પોલીસે મધ્યપ્રદેશના રહેવાસીને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વર્ષ અગાઉ થયેલા અકસ્માતમાં થયેલા ૩.૫૦ લાખના ખર્ચ અને લોકડાઉન બાદ બેકાર હોવાથી વતનથી તમંચો વેચવા લાવ્યો હોવાની કબૂલાત કરી છે. જહાંગીરપુરા પોલીસને મળેલી બાતમીના આધારે વરીયાવ જહાંગીરપુરા રોડ સ્થિત શિવમ હોટલ પાસે વોચ ગોઠવી હતી.

જે અંતર્ગત સિગારેટ પીવાની સાથે કમરના પાછળના ભાગે વારંવાર કંઇક વસ્તુ ચેક કરી રહેલા યુવાનને ઝડપી પાડી તેની તપાસ કરતા ચાલુ હાલતમાં દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે યુવાનને અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરતા પોતાનું નામ પુષ્પેન્દ્રસીંગ વૈજનાથસીંગ ઠાકુર (ઉ.વ. ૨૩ રહે. બ્લોક એચ/૪, ૩૧૧/બી/૩ કોસાડ આવાસ અને મૂળ જરેકાકલા, પોસ્ટ રાજપુર, ગૌરીહાર, મધ્યપ્રદેશ) હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પુષ્પેન્દ્રની આકરી પૂછપરછ કરતા તે અગાઉ કડોદરાની ઐશ્વર્યા મીલમાં નોકરી કરતો હતો પરંતુ લોકડાઉન બાદ બેકાર છે.

એક વર્ષ અગાઉ વાહન અકસ્માતમાં ગંભીર ઇજા પંદર દિવસ સુધી કોમમાં ચાલ્યો ગયો હતો અને સારવારમાં ૩.૫૦ લાખથી વધુનો ખર્ચ થતા દેવું થઇ ગયું હતું. ઉપરાંત હાલમાં બેકાર હોવાથી લોકડાઉન બાદ હમવતનીના કહેવાથી સુરતમાં તમંચો વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પુષ્પેન્દ્ર વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here