કોરોના કાળમાં કસરત જરૂરી

0
23
Share
Share

સુચન : ફિટનેસની સાથે સાથે ઇમ્યુનિટી જરૂરી
વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશોના લોકોને ઘરમાં મોટા ભાગે રહેવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતીમાં તબીબોનુ કહેવુ છે કે નિયમિત દરરોજ કસરત ઘરમાં પણ જરૂરી છે. કારણ કે કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી પાવર વધારે છે. તાજેતરમાં કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધી કસરત લાઈફમાં ત્રણ વર્ષનો ઉમેરો કરે છે. તાઈબાનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. અભ્યાસાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ઓછા ડોઝના કારણે ઓછો ફાયદો થાય છે પરંતુ નિયમિત રીતે ૩૦ મિનિટ સુધી કસરત ખૂબ જ આદર્શ છે. લીડ રિચર્સર તાઈવાનના સીપેગે કહ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધીની કસરતથી પણ ફાયદો થાય છે. વોકીંગથી પણ ફાયદો થાય છે. તાઈવાનની નેશનલ હેલ્થ રિચર્સ ઇન્સ્ટ્રીટ્યુટના પેંગે કહ્યું છે કે પુરુષો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધ લોકો તેમજ ધૂમ્રપાન કરનાર લોકો તથા અસ્વસ્થ રહેતા લોકો માટે પણ નિયમિત પણે કસરત ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ દર્દીઓ કોઈ ખાસ તકલીફના દર્દીને જુએ છે ત્યારે વોકીંગની સલાહ આપે છે અથવા તો તેને હળવી કસરતની સલાહ આપે છે. મેડીકલ જનરલમાં પ્રકાશિત થયેલા તેમના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ૪૧૬૦૦૦ લોકોને આવરી લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના લોકોના મત જાણવામાં આવ્યા હતા. તેમના આરોગ્ય અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૫ મિનિટ કસરતથી ઉપયોગી ફાયદો થાય છે. દરરોજની કસરત કેન્સરના જોખમને ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત સામાન્ય રીતે પીઠમાં દુઃખાવાનો પણ મદદરૂપ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here