કોરોના ઈફેક્ટઃ સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિષદમાં જ ફરી

0
23
Share
Share

સુરત,તા.૨૩

કોરોનાના કારણે સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલી વાર મંદિર પરિષદમાં જ ફરી હતી. અષાઢી બીજના કારણે ભક્તો મંદિર બહાર ભેગા થયાં હતા પરંતુ પોલીસે ભક્તોને મંદિરમાં પ્રવેશવા દીધા ન હતા.

મદિરમાં પચ્ચીસ જેટલા ભક્તોની વચ્ચે જ ભગવાનને રથમાં બિરાજમાન કરીને મંદિર પરિષદમાં જ રથયાત્રા કાઢીને થોડી જ વારમાં ભગવાનને મંદિરમાં પધરામણી કરી દેવામાં આવી હતી. કોરોના છતાં રથયાત્રામાં નિહાળવા મંદિરે આવેલા ભક્તો નિરાશ થયાં હતા.

કોરોનાના કારણે સુરતના ઈતિહાસમાં પહેલી વાર અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથની યાત્રા શહેરના માર્ગો પર ફરી ન હતી. સુરતમાં દર વર્ષે હજારોની મેદનીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે પરંતુ આજે મંદિરની અંદના પચ્ચીસ જેટલા ભક્તોની હાજરીમાં જ રથયાત્રા નિકળી હતી.

સુરતમાં ઈસ્કોન મંદિરની રથયાત્રા નહી થાય તેવી પહેલાથી જ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ દર વર્ષે યાત્રામાં જોડાયેતા ભક્તો મંદિરે દર્શન માટે આવ્યા હતા. જોકે, મંદિર બહાર પોલીસનો પહેરો હોય કોઈ પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here