કોરોના ઇફેક્ટ : ભીષણ મંદી આવશે

0
21
Share
Share

કોરોના વાયરસના કારણે દુનિયાના તમામ દેશોમાં હાહાકાર જારી રહ્યો છે. કોરોનાના કારણે લોકોની હાલત દિનિ પ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહી છે. સ્થિતી સામાન્ય બનવામાં અને સ્થિતીને કાબુમાં લેવામાં વર્ષો લાગી જશે. કોરોનાની અસર તમામ ક્ષેત્રોમાં દુનિયાના દેશોમાં જોવા મળી રહી છે. કોરોનાના કારણે ઉદ્યોગ જગતમાં ભારે મંદી છે ત્યારે તેની અસર લોકો પર થઇ છે. કરોડો લોકો બેરોજગારી તરફ વધી ગયા છે. ભીષણ મંદીના વાદળો ઘેરાઇ ગયા છે. હજુ સુધીની સૌથી મોટી મંદી હવે રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ ફાયનાન્સ (આઇઆઇએફ)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે દુનિયાના જીડીપી  વૃદ્ધિ દરમાં ૧.૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોપ ( આઇએમએફ) દ્વારા પણ વર્ષ ૨૦૨૦માં વિશ્વમાં જીડીપી વૃદ્ધિદરના અંદાજને ૨.૬ ટકાથી ઘટાડીને ૦.૪ ટકા કરી દેવામાં આવ્યો છે.આઇઆઇએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકા અને યુરોપ મહામંદી તરફ વધી રહ્યા છે. આ વર્ષે અમેરિકામાં જીડીપી વૃદ્ધિમાં ૨.૮ ટકા અને યુરોપના જીડીપીમાં વૃદ્ધિ ૪.૭ ટકા ઘટી શકે છે. મોર્ગન સ્ટેનલે અને ગોલ્ડમેન સેક્સના અર્થશાસ્ત્રી પણ વિશ્વવ્યાપી મંદીના સંકેત આપી રહ્યા છે. આ અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ આ વર્ષે વૈશ્વિક વિકાસ દર ઘટીને ૦.૯ ટકાની નીચી સપાટી પર પહોંચી શકે છે. આ મામલામાં ભારતની સ્થિતી પણ કોઇ વધારે સારી રહેલી નથી. કોરોના વાયરસના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતમાં જીડીપી વૃદ્ધિ દરમાં પણ ઘટાડો થવાની શક્યતા દેખાઇ રહી છે. તેના ચાર ટકાની આસપાસ રહેવાની શક્યતા છે. કોરોના વાયરસના કારણે ભારતમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રકારની ખરીદી હાલમાં પૂર્ણ રીતે બંધ થઇ ગઇ છે. લોકો ભીડમાં જવાથી બચી રહ્યા છે. સેવા ક્ષેત્રમાં બ્યુટી પાર્લર, કિરાણા સ્ટોર, જનરલ સ્ટોર , મેડિકલ સ્ટોર, રિક્શા, ઓટો રિક્ષા, કેબ, વીજળી, હોટેલ અને રેસ્ટોરન્ટ સિક્યુરિટી ગાર્ડ આવે છે. અસંગઠિત ક્ષેત્ર હોવાના કારણે આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના પુરતા આંકડા સરકારની પાસે નથી. એક અંદાજ મુજબ ભારતના કુલ કામદારો પૈકી ૯૩ ટકા અથવા તો સંખ્યાની દ્રષ્ટિએ જોવામાં આવે તો ૪૦ કરોડ લોકો અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે. જે પૈકી ૯.૩૦ કરોડ લોકો તો એવા છે જેમને વર્ષભર નોકરી કે કામ મળતા નથી.જિંદાલ ગ્લોબલ લો સ્કુલના કહેવા મુજબ ભારતના અસંગઠિત ક્ષેત્રમાં ૭૫ ટકા લોકો સ્વરોજગાર સાથે જોડાયેલા છે. જેમને રજા, ભવિષ્ય નિધી, મેડિકલ, વીમા અને અન્ય કલ્યાણકારી સુવિધા મળતી નથી. લોકડાઉનના કારણે મોટા ભાગના લોકોને ઘરે બેસી જવાની ફરજ પડી છે. દેશમાં આશરે ૭.૫૦ કરોડ લઘુ, સુક્ષમ અને મધ્યમ ઉદ્યોગના ભારતીય અર્થતંત્રમાં ઉપયોગી યોદગાનને નકારી શકાય નહીં. આ ક્ષેત્રમાં આશરે ૧૮ કરોડ રોજગાર છે. અર્થવ્યવસ્થાને તે આશરે ૧૧૮૩ અબજ ડોલરનુ યોગદાન આપે છે. જ્યારે આ ક્ષેત્રમાં માત્ર ૭૦ લાખ એમએસએમઇ નોંધાયેલા છે. આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં દરરોજ નોકરી કરીને ગુજરાન કરતા લોકો વધારે રહેલા છે. આજે તમામ લોકો બેરોજગાર છે. ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી વધારે રોજગારી આપનાર ક્ષેત્ર તરીકે છે. પરંતુ નિર્માણ ગતિવિધી ઠપ્પ થઇ જવાના કારણે નિર્માણ કાર્યો સાથે જોડાયેલા મજુરો માટે રોજી રોટીને લઇને સંકટ ઉભા થઇ ગયા છે. સાથે સાથે ડેવલપર્સની આવકમાં પણ ઉલ્લેનીય રીતે ઘટાડો થઇ રહ્યો છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કહેવા મુજબ ભારતમાં રિટેલ ક્ષેત્રમાં આશરે ૬૦ લાખ લોકોને રોજગાર મળેલી છે. જે પૈકી હવે આશરે ૪૦ ટકા એટલે કે ૨૪ લાખ લોકોની નોકરી જઇ શકે છે.  માહિતી અને પ્રસારણ સહિત બીજા ક્ષેત્રમાં પણ મોટા પાયે કામદારોની નોકરી પર ખતરો તોળાઇ રહ્યો છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કહેવા મુજબ આગામી છ મહિનામાં રીટેલ ક્ષેત્રની કમાણીમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. હાલમાં તો પારસ્પરિક સહકાર સૌથી જરૂરી છે. અર્થવ્યવસ્થા ભલે ખરાબ થઇ રહી છે પરંતુ લક્ષ્ય હાલમાં તો કોરોનાને ભગાડી દેવાનો રહેલો છે.

થોડોક સમય લાગી શકે છે પરંતુ અર્થવ્યવસ્થા પાટા પર આવી જશે. જો સરકાર, બેંક, કારોબારી અને તમામ કર્મચારીઓ સાથે મળીને કામ કરશે તો ચોક્કસપણે સ્થિતી હળવી બની જશે. સાથે સાથે અર્થવ્યવસ્થા પણ ગતિ પકડી શકે છે. કોરોના પ્રભાવિત દેશો એકબીજાને પોતાની ક્ષમતા મુજબ મદદ પણ કરનાર છે જેથી સ્થિતી ઝડપથી રિક્વર થઇ જશે તેમાં કોઇ બે મત નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here