કોરોના ઇફેક્ટઃ ગુજરાત સહિતનાં રાજ્યોની જીડીપીમાં મોટો ઘટાડો થશે

0
8
Share
Share

મુંબઇ,તા.૩૦

કોરોના રોગચાળાને કારણે ચાલી રહેલા લોકડાઉનને લીધે દરેક રાજ્યોના જીડીપીમાં મોટો ઘટાડો થશે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં ગોવા, ગુજરાત, સિક્કિમ જેવા રાજ્યના જીડીપીમાં નવ ટકાથી વધારે ઘટાડો થશે, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

અમને લાગે છે કે કોરોનાના કારણે ચાલી રહેલા લોકડાઉનને લીધે રાજ્યોના જીડીપીમાં ૧.૪ ટકાથી ૧૪.૩ ટકા જેટલો ઘટાડો થશે, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. કર્ણાટક, ઝારખંડ, તમિળનાડુ, કેરળ અને ઓરિસ્સામાં લોકડાઉનની અસર વધુ જોવા મળી હતી. મધ્ય પ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની અસર સૌથી ઓછી જોવા મળી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here