કોરોના ઇફેક્ટઃ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ સમાપ્ત

0
14
Share
Share

વોશિંગ્ટન,તા.૨૩

અમેરિકા અને ચીન વચ્ચે હવે ટ્રેડ ડીલ સમાપ્ત થઈ છે. આ સમાચાર બાદ દુનિયાભારના શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. એક ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવેરો તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ સમાપ્ત થઈ ગઈ છે.

રિપોર્ટ મુજબ પીટર નેવેરોએ આ ડીલ ખત્મ કરવા પાછળનું મુખ્ય કારણ કોરોના વાયરસને બતાવ્યું છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમય પર કોરોના વાયરસ મહામારી અંગે ચીને માહિતી આપી નહોતી અને વિશ્વને અંધારામાં રાખ્યું. આપણે જણાવી દઈએ કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને સમાપ્ત કરવા માટે આ વર્ષની શરૂઆતમાં સંબંધિત ડીલના પહેલા તબક્કા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૯માં જ બંને દેશ ટ્રેડ ડીલની દિશામાં આગળ વધવાના નિર્ણય પર સંમત થયા હતા.

રિપોર્ટ મુજબ યુએસ-ચીન ટ્રેડ ડીલના પહેલા તબક્કા હેઠળ અમેરિકાએ ચીનથી આયાત થતા સામાન પર લગાવવામાં આવેલ નવા ટેરિફને પરત લેવાની જાહેરાત કરી હતી. આ બદલે ચીન અમેરિકાથી વધુ કૃષિ પ્રોડક્ટની ખરીદી કરી શકશે. આ ડીલ હેઠળ ચીને આગામી બે વર્ષોમાં ૨૦૦ અબજ ડોલરથી વધુના અમેરિકી સામાનની આયાત કરવાની હતી. જેમાં ૫૦ અબજ ડોલરના કૃષિ પ્રોડક્ટ્‌સ, ૭૫ અબજ ડોલરના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ અને ૫૦ અબજ ડોલરના એનર્જી સેક્ટર્સના પ્રોડક્ટ શામેલ હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here