કોરોના અનસ્ટોપેબલઃ અમદાવાદમાં ૧૬ સ્થળોએ ફરીથી કોરોના ટેસ્ટ માટે ડોમ શરૂ કરાયા

0
17
Share
Share

અમદાવાદ,તા.૨૨
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતો. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. દિવાળી બાદ વધેલા કેસો અને ત્યારબાદ કાબુમાં આવેલા કોરોનાના કેસોને જોતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ડોમ હટાવાઈ લેવાયા હતા. જો કે, છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૬ કેસ નોંધાવા સાથે એક જ દિવસમાં કેસમાં લગભગ ૪૭ ટકાનો વધારો થયો છે. ત્યારે મનપાની ચૂંટણી પૂર્ણ થતાં તંત્રને કોરોનાના કેસો વધવાની આશંકાને જોતાં ફરીથી ડોમ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્ણ થતાં તંત્ર ફરી એકવાર એલર્ટ થઇ ગયું છે. ચૂંટણી પ્રચાર સમયે જોવા મળતી કાર્યકરોની ભીડ, સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ, માસ્ક વિના થયેલો પ્રચાર કોરોનાને આમંત્રણ આપશે તેવી દહેશત તબીબોએ કરી વ્યક્ત હતી. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સામાન્ય વધારો થયો હોવાનું પણ તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોનાના કેસો અચાનક વધે નહીં, કોઈ શહેરીજનને આશંકા હોય તો ટેસ્ટ કરાવીને ઈલાજ કરાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અમદાવાદમાં ૧૬ સ્થળોએ ફરીથી કોરોના ટેસ્ટ માટે ડોમ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદના શિવરંજની ચારરસ્તા નજીક આવેલા ડી – માર્ટ પાસે કોરોના ડોમમાં ૭૫ ટેસ્ટિંગ કીટ આપવામાં આવી હતી. વહેલી સવારે ડોમ શરૂ થતાની સાથે જ આશંકિત શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા પણ પહોંચ્યા હતા. અગાઉ સંપૂર્ણપણે ટેસ્ટીંગ પોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફક્ત અર્બન હેલ્થ સેન્ટર પર જ ટેસ્ટ કરવમાં આવતા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here