કોરોના અનલોકઃ ભારતમાં એક સપ્તાહમાં ૧,૦૦,૦૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

0
205
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૪

દેશમાં કોરોના વાયરસનો દર ઘટવાને બદલે વધી રહ્યો છે. ડેટા મુજબ છેલ્લા સાત દિવસમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. એટલે કે, દરરોજ લગભગ ૧૪,૬૦૦ નવા કેસ સામે આવી રહ્યા છે. એક અઠવાડિયા પહેલા (૧૬ જૂન), દેશમાં કોવિડ -૧૯ના કુલ ૩.૫૩ લાખ કેસ હતા, જે મંગળવારે વધીને ૪.૫૫ લાખથી વધુ થયા છે. આ સાત દિવસ દરમિયાન, ૨,૫૪૧ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જે અત્યાર સુધી થયેલી કુલ મૃત્યુ (૧૪,૪૫૫)ના ૧૮% છે. બીજી તરફ મંગળવારે કોરોનાના ૧૫,૬૮૯ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૪૬૬ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

એક સપ્તાહમાં ૬ દિવસ તો એવા પસાર થયા જેમાં નવા કેસોની સંખ્યાએ જૂના રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. દિલ્હીમાં મંગળવારે ૩૯૪૭ નવા કેસ નોંધાયા છે, જે કોઈપણ રાજ્યનો સૌથી મોટો એક દિવસનો આંકડો છે. માર્ચ પછી મંગળવાર પહેલો એવો દિવસ હતો જ્યારે મહારાષ્ટ્ર સિવાયના કોઈપણ રાજ્યમાંથી મહત્તમ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાંથી ૩,૨૧૪ કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૨૪૮ દર્દીઓનાં મોત થયા હતા, જે એક દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા ૨૧ જૂને મહત્તમ ૧૮૬ લોકોનાં મોત થયાં હતાં. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯થી ૬,૫૩૧ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

દિલ્હી આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા ૨૩ દિવસમાં કુલ કેસમાંથી ૬૯% કેસ નોંધાયા છે. એક આરોગ્ય અધિકારીએ નામ ન જણાવવાની શરતે અમારા સહયોગી અખબાર ટાઇમ્સ ઈન્ડિયાને કહ્યું કે, “આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સરકારી એજન્સીઓ તેના નિયંત્રણ માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે પરંતુ જો લોકો જાહેરમાં માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવો તો પરિસ્થિતિને કાબુમાં લેવામાં સમય વધુ સમય લાગી શકે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here