કોરોનામાં મિથિલિન બ્લ્યુ

0
334
Share
Share

આલેખન : ડો. નિમિષ મુંગરા-રાજકોટ

આજકાલ ભાવનગરનાં ડો. ગોલવલકરનો વિડિયો વોટસએપ તથા ફેસબુક પર ખુબ વાઇરલ થઇ રહયો છે. ડો. ગોલવલકરે ટી.બી. અને ન્યુમોનિયાના દદર્ી પર વર્ષોથી મિથિલિન બ્લ્યુનો ઉપયોગ કરે છે. અને ૧૦૦૦ થી વધુ દદર્ીઓને આ દવાની સારવાર દ્વારા નિરોગી કર્યા છે. હાલમાં કોરોનાના પોઝીટીવ દદર્ી પર પણ આ દવાનો પ્રયોગ કરતા ખુબ જ સારા પરિણામ મળી રહયા છે. રાજકોટમાં ઘણા દદર્ી પર આ દવાની સારવાર આપતા દદર્ીને ખુબ જ ફાયદો જણાયો છે.

શું છે આ મિથિલિન બ્લ્યુ ?

મિથિલિન બ્લ્યુ એ એક પ્રકારનું કેમીકલ પાવડર છે. પાણી અથવા આલ્કોહોલ સાથે બ્લ્યુ કલરનું સોલ્યુશન બનાવે છે. આથી મિથિલિન બ્લ્યુ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે મિથિલિન બ્લ્યુ એન્ટી બેકટેરીયલ અને એન્ટી માઇક્રોબીઅલ પ્રોપટી ધરાવે છે.

કઇ રીતે બનાવી શકાય ?

મિથિલિન બ્લ્યુનું ૦.૧ % સોલ્યુશન ઓરલી (મુખ વાટે) લઇ શકાય છે. તે બનાવવા માટે ૧ ગ્રામ મિથિલિન બ્લ્યુને ૧ લીટર પાણીમાં ઓગાળીને ૦.૧% સોલ્યુશન બનાવી શકાય છે.

કોને ઉપયોગી છે?

કોરોના પોઝિટિવમાં અસરકારક પરિણામ બતાવે છે. આથી પોઝિટિવ દદર્ીને દિવસમાં ચાર વખત ૮ થી ૧૦ ટીપા લેવા જોઇએ. જયારે કફ, શરદી, કળતર જેવા લક્ષણોમાં ૨ થી ૩ વખત દિવસ દરમ્યાન લેવાની સલાહ છે. આ દવા ૪ થી પ દિવસ લેવાથી રોગમાં રાહત મળી શકે છે.

કઇ રીતે લેવી જોઇએ ?

આ દવા પ્રવહી સ્વરૂપે છે. જે ૮ થી ૧૦ ટીપા અથવા અડધાથી ઓછી ચમચી ભરી જીભની નીચે મુકવામાં આવે છે. જીભ નીચે ૧૦-૧૫ મીનીટ રાખાથી તે શોસાઇ જાય છે. ૧૦ મિનિટ બાદ પાણી વડે તેને પેટમાં ઉતારી જાવાની હોય છે. દવા પહેલા અડધી કલાક ખોરાક ન લેવો હિતાવહ છે. આ પ્રયોગ દિવસમાં ૪ વખત કરવો જોઇએ.

મિથિલિન બ્લ્યુની આડઅસર છે ?

મિથિલિન બ્લ્યુનો હળવો ડોઝ કોઇ ખાસ આડ અસર કરતો નથી. વધુ પ્રમાણમાં હેવી ડોઝ આડ અસર ઉપજાવી શકે છે. સામાન્ય અસરમાં જીભ બ્લ્યુ થઇ જવી અને પેશાબ લીલાશ પડતો આવી શકે છે.

કોને આ દવા ન લઇ શકાય ?

સામાન્ય રીતે નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આ દવા ન લેવાની સલાહ અપાય છે. યુવાન અને વૃધ્ધ ઉંમરના લોકો આ દવા લઇ શકે છે.

નાસ દ્વારા આ દવા લઇ શકાય ?

મિથિલિન બ્લ્યુ નાસ દ્વારા પણ લઇ શકાય છે. દિવસમાં ૨-૩ વખત ૪૦૦-૫૦૦ મિલી પાણીમાં ૧૦ થી ૧૫ ટીંપા નાખી વરાળ (બાષ્પ) નાક વડે લઇ શકાય છે. જેમને કોરોના પોઝીટીવ હોય તેમને ઓરલી (મુખ વાટે) ઉપરાંત ખાસ નાસ વડે પણ આ દવા લેવાની સલાહ આપવામાં આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here