કોરોનાનો કેર જોતા સુરતમાં જડબેસલાક બંદોબસ્ત, શહેરમાં માત્ર ૩ ગેટથી જ પ્રવેશ

0
30
Share
Share

સુરત,તા.૧૪

ગુજરાતમાં સુરતમાં અન્ય રાજ્યોમાંથી સુરતમાં પ્રવેશતા લોકો માટે ફક્ત ૩ જ એન્ટ્રીગેટ ખોલવામાં આવ્યા છે. બાકીના બધા ગેટ પરથી અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. સુરતમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો ધસારો વધ્યો છે. ત્યારે તેમને હોમક્વોરન્ટાઈનના સિક્કા સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એ સાથે જ સુરતથી ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જવા માટે ૪૨૨૫ બસો મોકલવામાં આવી છે.

સુરતમાં ફક્ત ત્રણ પ્રવેશદ્વાર દ્વારા જ શહેરમાં પ્રવેશ મળશે. પલસાણા, કામરેજ અને કડોદરા સિવાયના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેરાત કરી છે. અન્ય રાજ્યમાંથી સુરત આવતા લોકો માટે જાહેરાત કરાઇ છે. અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત આવશે ત્યારે તમામ રસ્તાઓ ઉપર નજર રાખવી મુશ્કેલ હોવાથી નિર્ણય લેવાયો છે.  સુરત આવતા લોકોના હાથ પર હોમ કોરોન્ટાઇનનો સિક્કો લાગશે. સિક્કા સાથે ફરતા પકડાશે તો કાર્યવાહી કરાશે. થર્મલ સ્ક્રીનિંગ સાથે મનપાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here