કોરોનાનો કેર જારી : દેશમાં ૨૪ કલાકમાં ૯૨૦૭૧ કેસ

0
12
Share
Share

૨૪ કલાકમાં ૭૭૫૧૨ દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ્ય થયા, ભારતભરમાં કોરોનાના ૯૮૬૫૯૮ એક્ટિવ કેસ

૧૧૩૬ના મૃત્યુ સાથે દેશમાં મૃત્યુઆંક ૭૯૭૨૨એ પહોંચ્યો

કોરોનાએ મચાવ્યો હાહાકાર, ૨૪ કલાકમાં ૯૨ હજાર કરતા વધુ નવા દર્દીઓ

ન્યુ દિલ્હી,તા.૧૪

ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૪૮ લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯૨,૦૭૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે ૧,૧૩૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૪૮,૪૬,૪૨૮ થઈ ગઈ છે. વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૩૭ લાખ ૮૦ હજાર ૧૦૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૯,૮૬,૫૯૮ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૯,૭૨૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૩૭ લાખ ૮૦ હજાર ૧૦૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૯,૮૬,૫૯૮ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૯,૭૨૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૫,૭૨,૩૯,૪૨૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, રવિવારે ૨૪ કલાકમાં ૯,૭૮,૫૦૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ વધારે ખરાબ થતી જાય છે. રવિવારે ગુજરાતમાં કોરોનાના ૧૩૨૬ નવા કેસ, આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૧,૧૩,૬૬૨ થઈ છે. આ સાથે સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત ૧૯માં ક્રમે આવી ગયું છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩૨૧૩ થયો છે. તો બીજી બાજુ સારવાર બાદ ૧૨૦૫ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં ૯૪ હજારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના ૧૬,૪૩૯ એક્ટિવ કેસો, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ૮૨.૭૧ ટકા થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૧૬,૪૩૯ છે, હાલ ૮૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ભારતમાં કોરોના વાયરસનો ચેપ પૂરઝડપે ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૯૨૦૭૧ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૪૮૪૬૪૨૭ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૧૩૬ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૭૯૭૨૨ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૭૫૧૨ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૩૭૮૦૧૦૭ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૯૮૬૫૯૮ એક્ટિવ કેસ છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૮૯૯૪૨૪૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૯૨૩૮૭૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૯૬૨૪૫૨૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૪૪૫૮૫૦ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here