કોરોનાનો કહેર જોતા ટેનિસની સૌથી મોટી ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન કરાઈ રદ્દ

0
9
Share
Share

ઇન્શ્યોરેન્સ હોવા છતાં આયોજકોને ૧૪૫૦ કરોડ રૂપિયાનું નુકસાન

નવી દિલ્હી,તા.૨૯

કોરોનાવાયરસનો કહેર ન હોત તો આજે આપણે ટેનિસની સૌથી મોટી ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનની ૧૩૪મી સીઝનને શરૂ થતા જોઈ રહ્યા હોત. પરંતુ રમત પ્રેમીઓ માટે ૧ એપ્રિલે જ ખરાબ સમાચાર આવ્યા હતા કે આ વર્ષે વિમ્બલ્ડન નહિ થાય. બીજા વિશ્વ યુદ્ધના ૭૫ વર્ષ પછી પહેલીવાર ટૂર્નામેન્ટ રદ્દ કરવી પડી છે. હવે ગ્રાસ કોર્ટની આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે ૨૮ જૂનથી ૧૧ જુલાઈ દરમિયાન થશે.

રિપોટ્‌ર્સ અનુસાર, ટૂર્નામેન્ટ રદ થતાં આયોજકોને આશરે ૨૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. જોકે, સારી વાત એ છે કે ઓલ ઇંગ્લેન્ડ ક્લબે ૨૦૦૩માં સાર્સ મહામારી પછી તેની  વીમા પોલિસીને અપડેટ કરી હતી. આ અર્થમાં, આયોજકોને વીમા તરીકે આશરે ૯૫૦ કરોડ રૂપિયા મળ્યા છે. આવી સ્થિતિમાં હવે આ ખોટ લગભગ ૧૪૫૦ કરોડ રૂપિયા રહેશે. આયોજકો વીમા કંપનીને દર વર્ષે વીમા તરીકે લગભગ ૧૫ કરોડ ચૂકવે છે. વિમ્બલ્ડનનાં ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ લુઇસે કહ્યું કે, અમે ભાગ્યશાળી છીએ કે ટૂર્નામેન્ટનો વીમો છે. તેનાથી ઘણી મદદ મળશે. આયોજનમાં સામેલ બધા લોકો સારું કામ કરી રહ્યા છે. પરંતુ, હજી ઘણું કરવાનું બાકી છે.પ્રથમ વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ ૧૮૭૭માં રમાઈ હતી. તે રોયલ ટેનિસ ચેમ્પિયનશિપ તરીકે પણ જાણીતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે ટૂર્નામેન્ટ પ્રથમવાર ૧૯૧૫થી ૧૯૧૮ સુધી રદ્દ કરવામાં આવી હતી. આ પછી, ૧૯૪૦થી ૧૯૪૫ દરમિયાન બીજી વખત ચેમ્પિયનશિપ યોજાઇ શકી નહીં. ત્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું. આ પછી, ૨૦૨૦માં ત્રીજી વખત, વિમ્બલ્ડનને કોરોનાવાયરસને કારણે રદ્દ કરવી પડી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here