કોરોનાને લઈને બીગ બોસના ઘરમાં ખાસ વ્યવસ્થા કરાઈ

0
26
Share
Share

શોમાં પહેલાં સ્પર્ધક જાન કુમાર હશે
શોના હોસ્ટ સલમાન ખાને શોની વિગતવાર માહિતી આપી
મુંબઈ,તા.૨૫
સલમાન ખાન આજે બિગ બોસનાં ફેન્સ માટે ખુશખબરી લઇને આવ્યાં છે. તેણે ગુરુવારે લાઇવ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિગ બોસ ૧૪નો આગાઝ કર્યો છે. આ શોનું પ્રીમિયર તો ૩ ઓક્ટોબરનાં થશે. પણ આ પહેલાં જ સમલાન ખાને દર્શકો માટે એક ખાસ કામ કર્યું છે. તેણે આજે લાઇવ આવીને દર્શકોને બિગ બોસનું આખુ ઘર બતાવ્યું છે. આ ઘરમાં ૨૦૨૦માં થઇ રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલાંક ખાસ ઇન્તેઝામ કરવામાં આવ્યાં છે. સલમાન ખાને તે તમામથી દર્શકોને રૂબરુ કરાવ્યાં છે. આ સાથે જ આ શોનાં પહેલાં સ્પર્ધકથી પણ રુબરુ કરાવ્યાં છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિગ બોસ ૧૪ની પ્રેસ કોન્ફરન્સ ડિજિટલી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો જે ધમાકેદાર શોથી કંઇ કમ ન હતી. આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સલમાન ખાને ગીતો અને મ્યૂઝિકની વચ્ચે ધમાકેદાર એન્ટ્રી લીધી જે બાદ બિગ બોસનું આખુ ઘર બતાવ્યું. આ વખતે બીબી હાઉસમાં રેસ્ટોરન્ટ, સિનેમાઘર, સ્પા અને મોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સલમાને કહ્યું કે, લોકડાઉન દરમિયાન જો ઘરથી બહાર જવા, શોપિંગમાં જવા અને સ્પામાં જવાનું મિસ કર્યું છે તો, બિગ બોસ અલગ અંદાજમાં ૨૦૨૦માં જોવા મળશે. આ લાઇવ પર સમલાન ખાને શોનાં પહેલાં સ્પર્ધકથી પણ મેળવ્યાં. આ કન્ટેસ્ટંટ છે જાન કુમાર સાનુ જે કુમાર સાનુનો દીકરો છે. આ શોમાં તેણે એન્ટ્રી એક ગીત હાઈને કરી હતી. તો સિદ્ધાર્થ શુક્લાએ જાન કુમાર સાનુ સાથે વાત કરી અને તેને ઘરમાં જતાં પહેલાં કેટલી ટિપ્સ આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here