કોરોનાને લઇને વ્યાપક અભ્યાસ જારી

0
18
Share
Share

એલર્ટ : સ્વસ્થ થયેલા લોકોથી કેટલા દિવસ દુર રહેવાની જરૂર છે

હાલમાં કોરોનાથી ગ્રસ્ત થયા બાદ અને સંપૂર્ણપણે રિક્વર થયેલા લોકો પર અભ્યાસ કર્યા બાદ કેટલીક ઉપયોગી વિગત સપાટી પર આવી છે

ભારતમાં કોરોના વાયરસનો આતંક જારી રહ્યો છે. દુનિયાની સાથે સાથે હવે તો કોરોનાએ ભારતમાં પણ મજબુત રીતે પગ પેસારો કરી દીધો છે. કોરોના વાયરસથી બચવા માટે નિષ્ણાંતો દ્વારા વારંવાર નવી નવી માહિતી આપવામાં આવી રહી છે. હવે તબીબો દ્વારા પણ કેટલીક વાત વ્યાપક અભ્યાસ બાદ કરી છે જે તમામ માટે ઉપયોગી છે. કોરોના વાયરસની અસર થયા બાદ અને તે દર્દી સંપૂર્ણરીતે રિક્વર થયા બાદ તેમના પર અભ્યાસ કર્યા બાદ તબીબો દ્વારા કેટલીક ચોંકાવનારી વિગત આપવામાં આવી છે. કોરોના વાયરસની સારવાર હાલમાં દુનિયાના તમામ દેશોમાં થઇ રહી છે. જે લોકોને સમય પર સારવાર મળી રહી છે તેમનામાંથી મોટા ભાગના દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. આ રિક્વર થયેલા લોકોને ધ્યાનમાં લઇને તબીબો દ્વારા એક અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક દર્દી ઇન્ફેક્શનગ્રસ્ત થયા બાદ કેટલા દિવસ સુધી વાયરસ ફેલાઇ શકે છે તેમાં વ્યાપક અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા કહેવામાં આવી રહ્યુહતુ કે એક વ્યક્તિ સ્વસ્થ થયા બાદ ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહે તે જરૂરી છે. જો કે નવેસરના અભ્યાસ બાદ જાણવા મળ્યુ છે કે આ પગલુ ખતરનાક સાબિત થઇ શકે છે. કોરોના વાયરસના કારણે સ્વસ્થ થઇ રહેલા દર્દીઓની સંખ્યા તો ઓછી છે પરંતુ સતત અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોરોના વાયરસના એન્ટીડોડ બનાવવા પર કામ ચાલી રહ્યુ છે. અમેરિકન થોરેસિસ સોસાયટી પર જારી કરવામાં આવેલા એક અભ્યાસમાં કેટલીક વિગત આપવામાં આવી છે. ડાયગ્નોસિસ એન્ડ મેનેજમેન્ટ ઓફ કોવિડ-૧૯ ડીસીઝ નામથી પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોઇ પણ કોરોના વાયરસથી ગ્રસ્ત વ્યક્તિ સ્વસ્થ થઇ ગયા બાદ તેને માત્ર ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રાખવાની બાબત યોગ્ય રહેશે નહીં. આના કારણે ઇન્ફેક્શન ફેલાઇ જવાનો ખતરો વધી જાય છે. ઠીક થઇ ગયા બાદ ક્યાં સુધી વાયરસ રહે છે તેને લઇને અભ્યાસના તારણ જારી કરવામાં આવ્યા છે. કોરોના વાયરસથી સ્વસ્થ થઇ ગયા બાદ આશરે ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવા માટેની સલાહ આપવામાં આવે છે. જો કે તમને એક વાત જાણીને હેરાની થશે કે કોરોના વાયરસનો દર્દી સ્વસ્થ થઇ ગયા બાદ પણ કેટલાક દિવસ સુધી આ વાયરસ તેના શરીરમાં રહે છે. તબીબો દ્વારા આ અંગેની વાત કરવામાં આવી છે. અભ્યાસમાં તબીબોએ કહ્યુ છે કે કોરોના વાયરસથી ઠીક થયા બાદ આઠ દિવસ સુધી પણ તેના શરીરમાં વાયરસ રહે છે. તેના શરીરમાં ફ્લુ જેવા લક્ષણ ૧૪ દિવસ સુધી રહી શકે છે. કોરોના વાયરસના કારણે સ્વસ્થ થયેલા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. હોસ્પિટલમાંથી રજા મળી ગયા બાદ પણ કમ સે કમ ૨૦ દિવસ સુધી આ દર્દીને ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર હોય છે. આવુ કરવાથી કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા લોકો અન્યોને ઇન્ફેક્શન થતા બચાવી શકે છે. કોરોના વાયરસના ઇન્ફેક્શનને ધ્યાનમાં લઇને દુનિયાના દેશોમાં સતત પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. આ મામલે વધારે અભ્યાસની જરૂર દેખાઇ રહી છે. તબીબોની ટીમ હાલમાં કામ કરી રહી છે. કોરોના વાયરસના કારણે સ્થિતી દિન પ્રતિદિન દુનિયાના દેશોમાં બેકાબુ બની રહી છે. દુનિયાના ૨૧૭ દેશોમાં કોરોના વાયરસના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. દુનિયામાં કોરોના કારણે સત્તાવાર રીતે ૧૨ લાખથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે કેસોની સંખ્યા હવે  પાંચ કરોડથી વધારે છે. અમેરિકા સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતી હળવી કરવામાં આવી રહી છે.  યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. કોરોના વાયરસના કારણે દુનિયાના તમામ દેશો પરેશાન છે ત્યારે વૈજ્ઞાનિકો અને તબીબોએ આ સંબંધમાં ચોક્કસપણે ક્રાન્તિકારી દવા શોધી કાઢવાની જરૂર તાકીદે દેખાઇ રહી છે. કોરોનાની દહેશત હાલમાં સમગ્ર દુનિયાના દેશોમાં પ્રવર્તી રહી છે ત્યારે અસરગ્રસ્ત લોકોથી અંતર રાખીને આ બિમારીનો સામનો કરી શકાય છે. હાલમાં સાવધાની સૌથી જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here