કોરોનાને પગલે દહેગામમાં ધંધા રોજગારનો સમય એક અઠવાડિયા માટે સવારે ૯ થી સાંજે ૫ સુધી કરાયો

0
20
Share
Share

દહેગામ,તા.૨૧
કોરોનાના વધતા કેસોને લઇ સરકાર અને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે દહેગામ નગર પાલિકા પણ તાલુકાના લોકોની ચિંતા વ્યક્ત કરતા અને સરકાર દ્વારા જાહેર કોરોના અંગેની ગાઈડલાઈનને લઈને એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કોરોનાનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં દહેગામ વેપારી મહામંડળ તથા અન્ય વેપારી અગ્રણીયો દ્વારા તંત્રની અપીલ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોમવાર તા .૨૩/૧૧/ર૦ર૦ થી રવિવાર તા.ર૯/૧૧/૨૦૨૦ સુધી તમામ ધંધા કરીયાણું/પાનમસાલા/ફરતીલારીઓ/શાકભાજી/હોટલો વિગરેનો સમય સવારે ૯-૦૦ થી સાંજે પ-૦૦ દરમ્યાન સુધીનો રાખશે તેમ વેપારી મહામંડળ દ્વારા સ્વેચ્છાએ નકકી કરેલ છે.
દહેગામ નગરપાલિકામાં આજે વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસની મહામારીમાં નગરજનોમાં તથા વેપારીઓમાં જાગૃતિ લાવવા વેપારી મહામંડળ તથા અગ્રગણીય વેપારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રમુખ બિમલભાઇ અમીન તથા ચીફ ઓફિસર રૂદ્રેશ જે ફુદડ ધ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી સૌ વેપારીઓને પોતાની દુકાનો તથા વેપાર ધંધાના સ્થળે સોશિયલ ડીસ્ટન્ટસ જળવાય તેમજ માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા તથા દુકાનો આગળ રાઉન્ડ માર્કિંગ અને સરકારની કોવીંડ-૧૯ની ગાઇડ લાઇનનો પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here