અમદાવાદ,તા.૨૭
અમદાવાદના લાખ્ખો પ્રકૃતિ પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ફ્લાવર શો આ વખતે નહીં યોજાય. દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં ફ્લાવર શો યોજાય છે. આ ફ્લાવર શોની સંખ્યાબંધ લોકો મુલાકાત લેતા હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ફ્લાવર શો રદ કરવામાં આવ્યો છે.
કોરોના મહામારી સતત તેને કહેર બતાવ્યો છે. જેને કારણે અનેક કાર્યક્રમો રદ કર્યા છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં લઇને એએમસી ગાર્ડન વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનાર ફ્લાવર શો રદ કરવામાં આવ્યો છે. આ ફ્લાવર શોનો દૂર-દૂરથી લોકો મુલાકાત લેવા આવતા હોય છે. પરંતુ લોકોની ભીડ થવાને લઇ કોરોના સંક્રમણ વધી શકે છે. આ કારણથી ફ્લાવર શો રદ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ફ્લાવર શો અલગ અલગ થીમ પર યોજવામાં આવે છે. કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવતો કાર્નિવલ રદ કર્યો હતો. ત્યારે કાર્નિવલ બાદ જાન્યુઆરીમાં યોજાતો ફ્લાવર-શો પણ રદ કર્યો છે.. કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમા રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામા આવે છે. વિવિધ પ્રકારના ફુલ છોડનું પ્રદર્શન યોજવામાં આવે છે. જેને જોવા લાખોની સંખ્યામા લોકો આવતા હોય છે.