કોરોનાને કારણે ૧૬૫ વર્ષ જૂની ધોળાકૂવાની ફૂલોના ગરબાની પરંપરા તૂટી

0
30
Share
Share

માણસા,તા.૧૨
કોરોનાને કારણે ધોળાકૂવાની ફૂલોના ગરબાની પરંપરા તૂટી છે. કોરોના મહામારીને કારણે છેલ્લા ૧૬૫ વર્ષથી સતત ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા ખાતે દિવાળીના દિવસે માતાજીના ફૂલોના ગરબા તથા જાહેર મેળાવડો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પરિસ્થિતિ જોઇને ૧૫ નવેમ્બરે ગરબા અને મેળો યોજવો કે નહીં તેને લઈ નિર્ણય લેવા અંગે યોગ્ય સમયની રાહ જોવાઈ રહી હતી. પરંતુ શિયાળો આવતા જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે, ફરી એકાએક કેસો અને ગ્રામજનોની સલામતીને ધ્યાને રાખી ધોળાકુવા – શબ્દલપુરા ગ્રામ પંચાયત કચેરી દ્વારા આ વર્ષે તમામ આયોજનો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
શબ્દલપુરા ગ્રામ પંચાયતે પત્ર લખીને જણાવ્યું કે, આ સાથે જ કોઇપણ સ્ટોલ કે દુકાન પણ એ દિવસે ખુલ્લી ન રાખવા અપીલ કરાઈ છે. તેમજ સ્થાનિકો અને દિવાળીના દિવસે બહારથી ગામમાં આવતા મહેમાનોને પોતાના ઘરેથી જ માતાજીની આરતી અને આરાધના કરવાની વિનંતી કરાઈ છે. ધોળાકુવા ગામમાંદિવાળીના તહેવારોમાં ગામમાં રાંગણી માતાજીના બાધા માનતાના ૩૫ ફુટ ઉંચા અને ૨૦ ફુટ પહોળા ફુલોના ગરબા બનાવવામાં આવે છે.
દરરોજ ફુલોના ગરબાને માઇભક્તો માથે લઇને ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરવામાં આવે છે. ગામના પાટીદાર અને ઝાલા વંશી ઠાકોર યુવાનો દ્વારા આ ગરબા યોજાય છે. જેમાં સમગ્ર ગામને રોશનીથી શણગારાય છે. આ માતાજી માટે લોકો માનતા પણ માને છે, જેથી આ દિવાળીને દિવસે ગુજરાતભર અને દેશવિદેશના લોકો અહી પોતાની બાધા પૂરી કરવા આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here