કોરોનાને કારણે યાત્રાધામ સોમનાથનું બંધ રહેતા નાના-મોટા ધંધાર્થીઓ થાય પ્રભાવિત

0
24
Share
Share

સોમનાથ,તા.૮

જગવિખ્યાત સોમનાથ મદિરનું સાંનિઘ્ય કાયમી પ્રવાસીઓની આવન-જાવનથી ઘમઘમતુ હતુ પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા છ માસથી યાત્રાધામમાં પ્રવાસીઓનું આવન-જાવન નહીંવત હોવાના લીધે મંદિરના આસપાસના ઘંઘા-રોજગારો પડી ભાંગ્યા છે. સોમનાથ મંદિર પરીસર આસપાસ નાળીયેર, રમકડા, પૂજા-સામાન, પંચઘાતુની મુર્તીઓ, શંખ-સી સેલ જેવા પ્રકારની ૧૫૦ જેટલી દુકાનો અને ૨૫૦થી વધુ પાથરણાવાળા, ૧૫૦થી વધુ શોપીંગ સેન્ટરના વેપારીઓ, ૮૦ જેટલા ફોટોગ્રાફરો, ૧૦૦ જેટલી રીક્ષાઓ, ૧૦૦ જેટલી નાની-મોટી હોટલો, ૪૦ જેટલા નાના-મોટા રેસ્ટોરન્ટો અને ભોજનાલયોના વેપાર-ઘંઘા કોરોના મહામારીના કારણે ઠપ્પ થઇ ગયા છે.

આ તમામ વ્યવસાય સાથે જોડાયેલા લોકો રોજેરોજની કમાણી કરી ગુજરાન ચલાવતા ગરીબ અને મધ્યમ વર્ગના હોવાથી હાલ તો તેઓને ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ પડી રહ્યું છે. યાત્રાધામ સોમનાથના વેપારીઓના મતે કોરોનાના કારણે ટ્રેન, બસ જેવા વાહન વ્યવહારો બંધ હોવાથી અન્ય રાજયોના પ્રવાસીઓ નહીવત આવી રહ્યા છે, જયારે સ્થાનિક સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓ આવે તો ફકત દર્શન કરી તરત જ પરત ફરી જતા હોવાથી ખરીદી કરતા ન હોવાથી વેપારને માઠી અસર પહોંચી રહી છે. સોમનાથના ઠપ્પ થઇ ગયેલા વેપાર-ઘંઘા અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે,

કોરોના મહામારીના કારણે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા યાત્રીકોની સંખ્યામમાં ૯૦ ટકા સુઘીનો નોંઘપાત્ર ઘટાડો થયો છે. જેની વ્યાપક અસર સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસો અને ભોજનાલયો સાથે સ્થાનિક વેપારી ધંધાને થઇ છે. દર વર્ષે શ્રાવણ માસમાં ૨૫ લાખથી વધુ પ્રવાસીઓ સોમનાથ આવે છે જેની સામે ચાલુ વર્ષે શ્રાવણ માસમાં માત્ર ૧.૮૦ લાખ પ્રવાસીઓ જ દર્શનાર્થે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટા હસ્તજકના ગેસ્ટ હાઉસોમાં દરરોજ સરેરાશ ૪૦થી ૫૦ રૂમો બુક થતા જે હાલ ફકત પાંચ-સાત જ થઇ રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here