કોરોનાને કારણે નહિ નીકળે શ્રીવિઠ્ઠલનાથજી મંદિરની ૨૧૧મી પ્રભુયાત્રા

0
14
Share
Share

વડોદરા ખાતે ૨૧૦ વર્ષની પરંપરા તૂટવાના એંધાણ

પંચમહાલ,તા.૨૮

ચીનથી ફેલાયેલ કોરોના મહામારીએ દેશ સહિત આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. આ મહામારીના કારણે દુનિયાભરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે દેશમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.  તાજેતરમાં કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની ૧૪૩મી રથયાત્રા પણ પ્રભાવિત થઈ હતી. ત્યારે હવે વડોદરા ખાતે ૨૧૦ વર્ષની પરંપરા તૂટવાના એંધાણ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ કોરોના મહામારીના પગલે માંડવી સ્થિત શ્રીવિઠ્ઠલનાથજી મંદિરની ૨૧૧મી પ્રભુયાત્રા પોલીસ પરમિશન ન મળતા જાહેર રસ્તા પર નીકળશે નહીં. આપને જણાવી દઈએ કે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર માંડવીથી વર્ષોની પરંપરા મુજબ દેવપોઢી એકાદસીની પ્રભુયાત્રાની સવારી નીકળે છે. પરંતુ હવે ૧ જુલાઈના રોજ ૨૧૧માં વર્ષે કોરોનાની મહામારીને કારણે પોલીસ પરમિશન ન મળવાથી ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો જાહેર રસ્તા પર નિકળશે નહીં. માહિતી મુજબ કોરોના મહામારીના પગલે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે કે શ્રીમંત ગાયકવાડ પરિવાર દ્વારા રાબેતા મુજબ પુજા અર્ચન કરાશે. મંદિર પરિસરની અંદર નાના રથમાં ભગવાન વિઠ્ઠલનાથજી પધારશે. આ દરમિયાન ભાવિકોને માસ્ક પહેર્યા વિના મંદિરમાં પ્રવેશ મળશે નહીં અને વારાફરતી એક એક ભાવિકોને દર્શન કરાવવાંમાં આવશે તેથી સોશિયલ ડિસ્ટેન્સિંગની પાલન થઈ શકે. માહિતી મુજબ બુધવારે ૧૦થી ૧ અને સાંજે ૪થી ૭ સુધી દર્શન કરી શકાશે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here