કોરોનાનું સંક્રમણ વધતા બીએપીએસનો નિર્ણય, ૩૦ નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે

0
18
Share
Share

અમદાવાદ,તા.૧૯
રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દિન-પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે શાહીબાગ સ્થિત બીએપીએસ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને ૩૦ નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ શાહીબાગ સ્થિત બીએપીએસ મંદિર સહિત તમામ સંસ્કારધામ આવતીકાલથી સોમવાર સુધી બંધ રહેશે.
જે બાદ સંજોગોને ધ્યાનમાં રાખીને મંદિર ખોલવું કે કેમ? તેની જાહેરાત કરવામાં આવશે. બીએપીએસ શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્મકીર્તિદાસે તમામ હરિભક્તોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે ખાસ અપીલ કરી છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કામ સિવાય બહાર ના જવું ઉપરાંત સરકાર અને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here