કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં ૨૩ નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

0
17
Share
Share

ગાધીનગર,તા.19

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ ૨૩ નવેમ્બરથી શાળા અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં ૨૩ નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં પહેલેથી જ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી ૨૩ નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.

આ પહેલા શિક્ષણમંત્રી જ્યારે ૨૩મી નવેમ્બરે શાળા કોલેજો ખોલવા માટેની પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યાં હતાં. ત્યારે ચાલુ કૉન્ફરન્સમાં શિક્ષણમંત્રીનો ફોન રણક્યો હતો. આ ફોન કોનો હતો તેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. સામાન્ય રીતે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં કોઈપણ મંત્રી કે અધિકારી ફોન રીસીવ કરતાં નથી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ભૂપેન્દ્રસિંહ પર ફોન આવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here