કોરોનાનું સંક્રમણ અટકાવવા ઉત્તર ગુજરાતના રબારી સમાજે બદલ્યા રીતરીવાજ

0
9
Share
Share

અમદાવાદ,તા.૨૯

હાલ ગુજરાતમાં કોરોના વાયરસ મહામારી હાહાકાર મચાવી રહી છે. કોરોના મહામારી વચ્ચે લોકો આજે સતર્ક બન્યા છે. પરંતુ હા.. આ મહાભયંકર રોગે કેટલાયે સમાજની રીતરિવાજો બદલી નાંખ્યા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે હાલ ગુજરાતના રબારી સમાજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લાના અનેક ગામોના રબારી સમાજે આ પ્રસંસનીય નિર્ણય લેતા લોકો ચારેબાજુ વાહવાહી કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના બહુચરાજીના ખાંભેલ ગામમાં રબારી સમાજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. રબારી સમાજના રીતરિવાજો હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે તેમની લૌકિક ક્રિયા, શુભ પ્રસંગમાં આવવા જવા પર પ્રતિબંધ મૂકતા ચારેબાજુ તેમના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

રબારી સમાજના રીતરિવાજોનું ચુસ્તપણે પાલન કરવાના બંધાણી હોય છે. ત્યારે કોરોના વાયરલની મહામારી ચેપનું સંક્રમણ લોકોમાં વધુ ન ફેલાય તેના માટે રબારી સમાજે આ નિર્ણય લીધો છે. રબારી સમાજે લૌકિક ક્રિયા, શુભ પ્રસંગમાં આવવા જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં હવેથી દવાખાને સ્નેહીની ખબર પૂછવા જવા ઉપર પણ રોક લગાવી દીધી છે. કોરોનાનું સંક્રમણ અટકે તે માટે આવકારદાયક નિર્ણય લેવામાં આવતા રબારી સમાજમાં મધ્યમ અને ગરીબ લોકોને મોટી રાહત મળી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here