કોરોનાની સ્થિતિને લઈને સુરત મનપા તંત્ર સજાગ, દરરોજ થશે ૨૦,૦૦૦ કોરોના ટેસ્ટ

0
25
Share
Share

સુરત,તા.૨૩
શહેરમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત વણસી છે, ત્યારે બીજી તરફ મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મનપાના અધિકારીઓ હવે રોડ પર ઉતરી વિવિધ બેનરો અને જાહેરાત વડે લોકોને જાગૃત કરી રહ્યા છે અને તકેદારી રાખવા અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન હાલમાં સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ રિંગરોડ ખાતે આવેલી કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી.
મનપા કમિશનરે લોકોને બેદરકારી ન રાખવા અપીલ કરી હતી તેમજ જણાવ્યું હતું કે, હાલમાં સુરતના તમામ ઝોનમાં ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો જેમ બને તેમ વધુ ટેસ્ટીંગ કરાવે તેમજ જે લોકો બહારથી આવે તેઓ પણ ખાસ ટેસ્ટીંગ કરાવે. આવનારા દિવસોમાં દરરોજ ૨૦,૦૦૦ ટેસ્ટિંગ હાથ ધરાશે. કોરોના ફેઝ ૨ ખતરનાક હોવાથી લોકોએ એલર્ટ રહેવું જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here